હોઇ ના શકે..

એવું તે કંઇ હોઇ ના શકે,
કોઇ ભીતરે જોઇ ના શકે.

મને વરસાદમાં ચાલવું ગમે કે,
કોઇ મારા આંસુઓને જોઇ ના શકે.

આભે ઊડતા આ પંખીઓને,
શું  કોઇ પીડા હોઇ ના શકે ? 

મૂંગી ઉભેલી આ ભીંતોને,
શું કોઇ વાણી  હોઇ ના શકે ? 

કેટલું ય મૂક્યું તેં મનુષના દેહમાં,
એક મન-માપક યંત્ર, દઇ ના શકે ?
 

એવું તે કંઇ હોઇ ના શકે,
પ્રભુ તું જ મન  જોઇ ના શકે..
 

Advertisements

13 thoughts on “હોઇ ના શકે..

  1. મને વરસાદમાં ચાલવું ગમે કે,
    કોઇ મારા આંસુઓને જોઇ ના શકે.
    હા મને પણ શાવરમા રડવું ગમે કે કોઇને કારણ ના આપવું પડે રડવાનું..ક્યો છંદ લીધૉ ચે દેવિકાબેન?
    સપના

    Like

  2. કેટલું ય મૂક્યું તેં મનુષના દેહમાં,
    એક મન-માપક યંત્ર, દઇ ના શકે ?

    એવું તે કંઇ હોઇ ના શકે,
    પ્રભુ તું જ મન જોઇ ના શકે..

    બસ આ મન જ સૌને પરેશાન કરે છે. એક સંત માહાત્માએ કહ્યું છે કે એક મન (મન-મણ) બરાબર ૪૦ શેર. (શેર-સિંહ), જો એક શેરને કાબુમાં રાખવો મનુષ્ય માટે અતિ કઠિન કે મુશ્કેલ હોય તો આ મન તો ચાલીશ શેરનું બનેલ છે. તે કઈ રીતે કાબુમાં રહે?

    સુંદર રચના !

    Like

  3. પિંગબેક: હોઇ ના શકે.. (via ) « વિજયનુ ચિંતન જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s