સખી-સંવાદ

                         સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ,
                        સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….

સખી-૧-
                     છોને વસતો જોજન પાર, નીરખું નિત્યે આભને ભાલ,
 
                    વાદળ ચીરી સરતો રાજ, તેજ-કિરણથી સ્પર્શે ગાલ,
                    સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ
….

સખી-૨-
                  અદ્રષ્ય શ્યામની ભૂલ ના વાત, ભલે ન દીસે જગમાં ક્યાંય,
                  સદાયે કરતો અંતર વાસ, રોમરોમમાં રહેતો ખાસ,
                 તો યે સખી તુને વ્હાલો ચાંદ ?…..

સખી-૧-
                 નિર્દય વીંધે પહેલાં વાંસ, પછી જ છેડે હોઠથી ગાન,
                ચાંદ સૂવાડે અર્પી આશ, કોમળ-કિરણની નવી સવાર,
                હા,સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ…

સખી-૨-
               છોડ કથા કુદરતની આમ, સર્જ્યાં કોણે મેઘ-મલ્હાર,
              કોણે દીધા દિલના દાન ને રચ્યાં કોણે દિન ને રાત ?
              કહે સખી, કહે, તને ચાંદથી વ્હાલા શ્યામ….

સખી-૧-    ના, સખી મુને શ્યામથી વ્હાલો ચાંદ,
સખી-૨
     હૈયે છે જે હોઠ પર લાવ, તને વ્હાલા શ્યામ,

સખી-૧-  ના, સખી, ના હારું  આજ, મુને વ્હાલો ચાંદ,
સખી-૨-  જા,જા, માન ન જીત કે હાર, તુને  વ્હાલા શ્યામ,

સખી-૧-  સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ,
            સખી, મુને શ્યામથી..ચાંદથી વ્હાલો કહાન….!!!

Advertisements

6 thoughts on “સખી-સંવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s