શબદને સથવારે….

લો,અમે તો ચાલ્યાં પાછા શબદને સથવારે…. 

મબલખ અઢળક ઘેરી ઘેરી વરસ્યાં નવલખ ધારે,
વાંકા કાંઠા તોડી દોડ્યા ઉરસાગરને નાદે,
લો,અમે તો ચાલ્યાં પાછા કલમની કિરતાલે….. 

તટના ત્યાગી નામ પછી તો ઉડાન પાંખે પાંખે,
ટમટમ ટમકે અક્ષર જાણે નભને તારે તારે,
લો,અમે તો ચાલ્યાં પાછા અક્ષરને અજવાળે….. 

રોમરોમ શરણાઇ વાગે, કલરવ ડાળે ડાળે,
મઘમઘ રંગ સુગંધ બનીને મ્હેંકે  મનને માળે,
લો,અમે તો ચાલ્યાં પાછા શારદમાને ખોળે…… 

હળવે હળવે જીવને શિવનો રસ પરમ અહીં જાગે,
જૂઠ્ઠા જગનો કાજળ કાળો અહં ભરમ સહુ ભાગે,
લો,અમે તો ચાલ્યાં પાછા શબ્દ-બ્રહ્મની પાળે…..

 

Advertisements

12 thoughts on “શબદને સથવારે….

 1. હળવે હળવે જીવને શિવનો રસ પરમ અહીં જાગે,
  જૂઠ્ઠા જગનો કાજળ કાળો અહં ભરમ સહુ ભાગે,
  લો,અમે તો ચાલ્યાં પાછા શબ્દ-બ્ર્હ્મની પાળે…..

  vaaahhhhhhh…..!!! v nice .. congrats ..!!!

  Like

 2. રોમરોમ શરણાઇ વાગે, કલરવ ડાળે ડાળે,
  મઘમઘ રંગ સુગંધ બનીને મ્હેંકે મનને માળે,
  લો,અમે તો ચાલ્યાં પાછા શારદમાને ખોળે……

  Vaah, very nice. Always that music and masti stay in your life.

  Like

 3. વાહ!
  ગાંધીજી ની વાતોમાં યાદ એવો એક પ્રસંગ યાદ આવી ગયો.કોઇકે તેમને બે ચાર પાના ભરી તેઓ જે નહોતા તેવા કહીને અશિષ્ટ ગાળો લખી હતી.કાગળ વાંચ્યા પછી ટાંકણી કાઢી કાગળ કચરા ટોપલીમા નાખી દીધો. મહાદેવભાઇએ પુછ્યુ તો જવાબ હતો “કામનું રાખી લીધું..નકામુ ફેંકી દીધું”

  Like

 4. રોમરોમ શરણાઇ વાગે, કલરવ ડાળે ડાળે,
  મઘમઘ રંગ સુગંધ બનીને મ્હેંકે મનને માળે,
  લો,અમે તો ચાલ્યાં પાછા શારદમાને ખોળે……
  લયબધ્ધ કવિતા દેવિકાબેન અભિનંદન!
  સપના

  Like

 5. હળવે હળવે જીવને શિવનો રસ પરમ અહીં જાગે,
  જૂઠ્ઠા જગનો કાજળ કાળો અહં ભરમ સહુ ભાગે,
  લો,અમે તો ચાલ્યાં પાછા શબ્દ-બ્રહ્મની પાળે…..

  I JUST LOVE THIS.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s