હોય છે…

પીડાઓ તો પ્રસવ સાથે અહીં અકબંધ હોય છે.
જખ્મોનો તો ગઝલ સાથે અહીં સંબંધ હોય છે.

ન ખોતરશો જૂના ભિતરના ઘાવો ભૂલથી પણ,
કે ત્યાં તો ધાર લોહીની સદા નિર્બંધ હોય છે.

અગર સૃષ્ટિ દીસે કુરૂપ તો ના દોષ આંખનો,
બધો અપરાધ દ્રષ્ટિનો બૂરો સંસર્ગ હોય છે.

ન ચારે હંસલા મોતી કદી તો જાણજો સાચે,
બેશક એને બગલાઓનો હવે સંપર્ક હોય છે.

10 thoughts on “હોય છે…

  1. સરસ રચના, દેવિકાબેન…
    દ્રષ્ટિ અને સૃષ્ટિ વાળો શેર સરસ આવ્યો છે-અભિનંદન.
    બબ્બે પંક્તિ અલગ પાડવાનું રહી ગયું ? દરેક પંક્તિવચ્ચે સરખી જ જગ્યા જણાઇ.

    Like

  2. આદરણીય દેવિકાબેન…………આપના બ્લોગની મુલાકાત લીધી…..ખુબ સુન્દર કાવ્યરચનાઓ નો આસ્વાદ માણ્યો………..હુ પણ મારા મનના ભાવોને શબ્દ સ્વરુપે આલેખુ છુ……મારી પહેલી કવિતા મે 13મા વર્ષે લખી હતી…..એ પછી લખતી ગઈ…..થોડા થોડા અલ્પવિરામો બાદ લખાતુ ગયુ…….નવુ નવુ બ્લોગ ક્ષેત્રે પદાર્પન કર્યુ છે…if you will visit my blog i will b very thankful to you…and comment and give suggetions so that i can improve…………..

    Like

Leave a comment