રુદિયાના ધબકારા બોલે..

હ્ર્દયના ધબકાર તો છુકછુક ગાડીના લયબધ્ધ નાદની જેમ જે સાંભળવું હોય તે બધું જ બોલે છે.ક્યારેક પોતાનુ નામ, ક્યારેક પ્રીતમનું ગાન તો ક્યારેક વળી પ્રભુનો સાદ…જગતની અને જીવનની માયાજાળમાં વળોટાયેલું હૈયું સાંજની આરતી ટાણે (કહો કે જીવનસંધ્યાએ)શું બોલે છે ? શું સાંભળે છે ?…….

*********************** ***************************

આજ ઓલા રુદિયાના ધબકારા બોલે..
મીંચેલી આંખે દેખાય રૂપ નોખું આજ, અંતરના અણસારા ખોળે…

બંધ થતી આરતીના નાદ પછી ધીરેથી ટકટક આ ભણકારા વાગે,
ઝબકીને જાગતી મૂંગી આરત પેલી કાળજે કોતરેલી મુદ્રિકા ભાળે,
પડઘા પાડે ભાવ મનના સૌ આજ કઈંક, રુદિયાના ધબકારા બોલે….

ટમટમતા તારલા આભલે મઢીને આજ ચાંદલિયો વાદળિયે તરતો,
મઘમઘતો વાયરો યાદો વીંટીને આજ પાંદડીને સ્પર્શીને સરતો,
મીંચેલી આંખે દેખાય ને સૂણાય પ્રભુ, રુદિયાના ધબકારા બોલે….

10 thoughts on “રુદિયાના ધબકારા બોલે..

  1. આજ ઓલા રુદિયાના ધબકારા બોલે..
    મીંચેલી આંખે દેખાય રૂપ નોખું આજ, અંતરના અણસારા ખોળે…

    નવી જ કલ્પના સાથેનું કાવ્ય…

    સરસ રચના !

    Like

  2. ટમટમતા તારલા આભલે મઢીને આજ ચાંદલિયો વાદળિયે તરતો,
    મઘમઘતો વાયરો યાદો વીંટીને આજ પાંદડીને સ્પર્શીને સરતો,

    Hey Devikaben, this is exactly how I feel when I go for a walk and look at cloudy, moony sky.

    How did I miss this one?

    Very good.

    Like

Leave a comment