જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેની કરી તેની કહો કોને ફળી !
વાવણી કોઇ કરે ને કાપણી કોઇ કરે,
ચાંદ ઊગે આભમાં ને ચાંદની સૌને મળી.
ઇશ્વરે હૈયા ઘડ્યાં ઇન્સાનના ફૂલો સમા,
ઘાટ કીધો પથ્થરોથી ઇશનો સૌએ મળી.
મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા;
માનવીએ કેદ કીધો મંદિરે એને વળી !
પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી.
જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેણે કરી તેની કહો કોને ફળી !
**********************************
પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી.
હોવાની વેદના આથી વધારે કેવી રીતે અભિવ્યક્ત કરાય???
http://himanshupatel555.wordpress.com
આવો કાવ્ય વાંચવા ..આભાર
LikeLike
સરસ,
દેવિકાબેન પ્રતિકો અને ભાવ સરસ લેવાયા છે પણ અભિવ્યક્તિ મને લાગે છે હજૂ વધુ સારી અને અસરકારક થઈ શકી હોત….છતાં પંખી વાળો શેર ગમ્યો
પ્રયત્ન સારો રહ્યો.- અભિનંદન.
LikeLike
pahela ek sher mukyo ke aa gamiyo em lakhu pachi thayu na bijo pan saras che pachi trijo..badha j saras lagya etle aakhi vat khub j gami.. 🙂
LikeLike
પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી.
જીવનમાં આશાવાદ આનુ જ નામ ને?
LikeLike
Good One!!!
LikeLike
KOINE NATHI MALI. CHHATAAN YE JIVAN JIVYE JAEYE CCHIYE NE ?
Very Good !
NAVIN BANKER
LikeLike
વાવણી કોઇ કરે ને કાપણી કોઇ કરે
ચાંદ ઉગે આભમા ને ચાંદની સૌને મળી
સરસ નિશ્વાર્થ
LikeLike
Wonderful!
You have started mastering in Chand.
I am happy for you Devikaben
LikeLike
બહેનજી- તમારી બધી કૃતિઓ વાંચી ગયો- તમે બહુ સુંદર સર્જો છો. તમારી રચનાઓ સમય સાથે વધુ સારી બનતી ગઇ છે-આ કોને મળી-અને નગર- તો બહુ અદભૂત સર્જાઇ છે-અદભૂત એટલા માટે કે એ બતાવે છે કે ગઝલ ઉપર તમારો રોબ કેટલો છે-
હરનિશ જાની.
LikeLike
છંદ બરાબર જળવાયો છે… કૃતિઓમાં ઉત્તરોત્તર સુધારો નજરે ચડે છે…
શુભેચ્છાઓ…
LikeLike
માણસએ ઇશ્વરને પત્થર બનાવ્યો, મંદિરમાં એને કેદ કર્યો
વાહ, શું સરસ વાસ્તવિકતા સરળ ભાષામાં
LikeLike
દેવિકાબહેન …નમસ્કાર …લાગે છે હવે છંદની ટેવ પડતી જાય છે… અને આ વળગણ સારુ છે… સરસ ગઝલ…
LikeLike
Devika,
Very nice.
Khubaj gami.
Vinod.
LikeLike
Wah.. khub saras.
LikeLike
very good gazal
LikeLike
પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી. ketlu sachu ne ? nice, very nice.
LikeLike
મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા;
માનવીએ કેદ કીધો મંદિરે એને વળી
મને તો મજા આવી ગઈ!!સરસ રચના અને મકતાનો શે’ર પણ ખૂબ ગમ્યો…
સપના
LikeLike
This is very nice. Very true in day to day living life but is itjustified? I really admire yourpower of expression by KAVITA & GAZALIreally regret for not responging in your “SAHITYA LANGUAGE WELL”
LikeLike
Devikaben,
When I see comments from Dr Vivek and Harnish Jani, that tells me much more than expressing myself.
Keep sharing.
Good luck to you.
CHAMAN
LikeLike
પ્રગતિ માટેની જરૂરી મથામણ યોગ્ય પરિણામ લાવી રહી છે.
ધન્યવાદ.
LikeLike
ચાંદ ઊગે આભમાં ને ચાંદની સૌને મળી…..
nice one !
LikeLike
Adbhut
Tamari kalakruti divase divase vadhu ne vadhu vikas pami rahi chhe. Mara jeva tamari kruti ne shu nyaya aapi shake. parantu gujarati sahitya na yoddha o vivek taylor, Harnish jani vigere ni comment vanchiye tyare koi justification apavani jarurr na rahye.
Keep up the good work and share with us.
LikeLike
Superb,Mind blowing.
LikeLike