મુક્તક-૮

તમે આવ્યાં ને  પાન આજ લીલાં થયાં,

જાણે ષોડશીના હાથ આજ પીળાં થયાં.

આ બારી,બારણાં ને ઊંચા આ ગોખલાં,

તમે આવ્યાં ને  સાત સાત દીવા થયા.

7 thoughts on “મુક્તક-૮

  1. સુંદર ભાવ .. પઠન કરતાં છંદમાં સ્હેજ કમી લાગે છે.
    પાન લીલાં થયા, હાથ પીળાં થયા .. પણ .. અજ-વાળાં થયાં … તમને અણસાર આવી ગયો હશે ..
    *
    એક અન્ય સુચન કરું ? પહેલી બે પંક્તિ
    તમે આવ્યાં ને આજે, પાન લીલાં થયાં,
    જાણે ષોડશીના આજે, હાથ પીળાં થયાં.
    ને બદલે
    તમે આવ્યાં ને પાન આજ લીલાં થયાં,
    જાણે ષોડશીના હાથ આજ પીળાં થયા.
    કરી જુઓ તો ? વધારે જચે છે. જો કે તમારે બાકીની બે પંક્તિઓ બદલવી પડશે.
    આ તો મારા વિચારો છે. રચના સમયે મનોભાવો હોય તે પ્રમાણે સર્જક કલમ ચલાવે એટલે તમારી રચનાને પણ સલામ. પ્રતિભાવ હકારાત્મક લેશો.

    Like

  2. એ તો વૃક્ષ જ જાણે ફૂટતી કૂંપળોની લીલાશની? કૂંપળમાંથી પાન બને લીલાં ત્યારે યાદ આવે તેને તેની રતાશની. આતો બધી કમાલ છે મૂળની ભીનાશની. વસંતે મ્હોરે અને પાનખરે ખરે આજ વ્યથાની કથા છે પાનની લીલાશની.

    Like

Leave a comment