નગર જુઓ

 

શિસ્તના શાસન થકી ચાલતું નગર જુઓ,
આભની વીજળી સમુ આંજતું નગર જુઓ.

પૂર્વની  રીતો  અને  વેવારથી  જુદું  ઘણું,
માનવીને  યંત્ર  માંહે  શારતુ  નગર  જુઓ.

રાત દીઆઠેપ્રહર  ડોલરની  દોડધામમાં,
આદમીને  હર  પળે  પલ્ટાવતું  નગર  જુઓ.

દૂરથી સોહામણું  ને  પાસથી  બિહામણું,
દંભને મોહે જીતાઇ હારતું નગર જુઓ !

શાખ મોટી મોભની તીજોરી ખાલી ખાલી આ,
દાણ વીમાને પથારે કાંપતુ નગર જુઓ.

લાકડાના  લાડુ જેવી  ખેંચતી  પછાડતી,
જીન્દગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.

Advertisements

13 thoughts on “નગર જુઓ

 1. સરસ ગઝલ…મારાં બ્લોગમાં વાંચો માણસો વાંચો ઘણાંસમય પહેલા લખેલી પણ હવે એને ગઝલનું રુપ આપીશ..નગર જોયૂં..
  સપના

  Like

 2. Ati-uttam, Devikaben,

  Bahuj sachchot reetey ahin na jeevan ni jaankhin karavi, ane jaane eni vyakhyani yaad apavi. Abhinandan!

  Like

 3. Adbhut
  pashchyatya jivan ni vastavikata nu darshan karave avu nagar jou.
  Tum lakhe raho devikaben ane sahitya jagat ni seva karta raho.
  khub khub abhinanadan

  Like

 4. રાતદી’આઠે પ્રહર ડોલરની દોડધામમાં,
  આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ.
  khuuub sachchi vat kahi che..

  Like

 5. જીંદગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.

  khub saras vat kahi che aa line ma..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s