ફૂલછાબ

            છાબમાં લઇને ફરતી’તી એકવાર,
            શબ્દોના વિખરતા ફૂલ;

           પિયુના ઘેનમાં ઢળતા’તાં નેણલાં,
           ને શબ્દોનાં ઉછળતાં ફૂલ……….

નીંદરના શમણાંમાં જાગીને ગૂંથતી પિયુના હૈયાનો હાર,
પ્રોવુંપ્રોવું ને સરી જાય મારા હાથેથી કેટલી યે વાર,

              ખુલી જ્યાં આંખ સામે ઉડતા
              આ શબ્દોના વિખરતા ફૂલ……….છાબમાં લઇને…

અંતરમાં પકડીને બેઠી વિશ્વાસથી મખમલી લાગણીની હેલ,
કોટિ ઉપાયે મારે રચવી છે માળ જાણે મ્હેંકતી મોગરાની વેલ.

            વળી વળીને કઇંક ઉડીને આવતા,
            આ શબ્દોના વળગતા ફૂલ………છાબમાં લઇને…

ઢળતા સૂરજ ટાણે મટકું મેં માંડ્યું ત્યાં પાંપણ વચાળે પૂરાયા;
ગીતના એ દોરામાં જાતે ગૂંથાઇ ને નજર નમાવી શરમાયા.

            મુખડું મલકાવી ચૂમ્યાં બે ચાર,
            આ શબ્દોના સજધજતા ફૂલ……. છાબમાં લઇને…

Advertisements

4 thoughts on “ફૂલછાબ

  1. ઢળતા સૂરજ ટાણે મટકું મેં માંડ્યું ત્યાં પાંપણ વચાળે પૂરાયા;
    ગીતના એ દોરામાં જાતે ગૂંથાઇ ને નજર નમાવી શરમાયા.

    સુંદર ભાવ અને લયના ગુચ્છોથી રચાયેલી રચના..ગમી..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s