હોતી હશે ?

તસ્વીર કોઈની કદી શું બોલતી હોતી હશે?
તો યે છતાં કેવી રીતે એ વીંધતી હોતી હશે !

યુગુયુગ વીત્યાં વિશ્વાસના પ્રગ્ટે અહીં દીવા બધાં,
તેથી જ ના દેવોની વાતો ખૂટતી હોતી હશે.

પંખી બધા ઊડી ગયાં, માળા અહીં જંપી ગયાં,
સૂરાવલી બહેલાવવા આ ગૂંજતી હોતી હશે !

પાસે જતાં ચૂભી રહો ને દૂરથી ખેંચી રહો,
કાંટા ભરી ફૂલો તણી આ લાગણી હોતી હશે ?!!

કોઈ કહો આ વીજળી ક્યાંથી કદી આવી પડે ?
ઈશ્વર તણા હસ્તાક્ષરો સરકાવતી હોતી હશે !!!

************       ***************      ***********
છંદવિધાન-રજઝ ૨૮
ગાગાલગા  ગાગાલગા  ગાગાલગા  ગાગાલગા

Advertisements

7 thoughts on “હોતી હશે ?

 1. પંખી બધા ઊડી ગયાં, માળા અહીં જંપી ગયાં,
  સૂરાવલી બહેલાવવા આ ગૂંજતી હોતી હશે !
  દેવિકાબેન,
  સરસ અભિવ્યક્તિ
  અમારા બેકયાર્ડમાં હમીંગબર્ડ ના નાનકડા માળામાં બચ્ચું મોટું થઈ ઊડી ગયું ને તે હવે
  ફૂલોના દરબારે ઝૂમે છે પણ માળો સૂનો છે.આ શેર તેથી મને ગમ્યો.
  રમેશ પટેલ(આકાશદીપ)
  ઘૂઘવ્યા ઉમંગ ….રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s