કાળચક્ર

 

 

 

 

 

  

 

શિખરિણી     ( યમનસભલગા-૧૭ )

જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,

દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.

કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,

દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.

નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,

મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.

ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં મન હરે,

અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!

નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,

બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.

હવા સ્પર્શે સૂકી, ઝણઝણી  શરીરે ફરી વળે,

અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે

અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;

રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!

Advertisements

12 thoughts on “કાળચક્ર

 1. સુંદર રચના, જેમ-જેમ આગળ વધતી ગઈ એમ લાગણીના પ્રવાહની તીવ્રતા અને ઉંડાણ બન્ને અસરકારક રીતે પ્રવાહિત અને ગહન થતા જણાયા.
  -અભિનંદન.

  Like

 2. શિખરિણી છંદમાં લખેલ કવિતા અને હજઝ બહરમાં લખેલી ગઝલ વાંચી આનંદ થયો.
  મને અક્ષરમેળ છંદમાં લખતાં આવડતું નથી.પરંતુ હું શિખરિણી શ્રી નાનાલાલ દલપતરામની અતિ સુંદર નીચે મુજબની કવિતાથી આ રીતે શીખેલો.

  શિખરિણી
  યમનસભલગા-૧૭
  પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,

  વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
  તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
  નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
  નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
  -કવિ નાનાનલાલ
  નમું આ ત્મા ઢાળી, નમન લળતી દેહ ન મજો,
  લગાગા-ગાગાગા- લલલ-લલગા-ગાલલ-લગા
  યમાતા-માતારા –નસલ- સલગા-ભાનસ-લગા
  યમનસભલગા-17

  Like

 3. શિખરિણીને તમે પામ્યાં ખરાં !!

  નેટજગત પર આમ જ છંદોલય વધતો જાય તેવી આશા રાખવાનું હવે વાજબી રહેશે. આ ચેપ ફેલાતો રહે એવી અપેક્ષા સાથે ધન્યવાદ.

  સૌથી આકર્ષક શિખરિણી ‘શિવમહિમ્ન’નો છે. એને રમેશભાઈ ઓઝાના કંઠે સાંભળવા જેવો છે.

  Like

 4. ખાસ આભાર તો જુ.ભાઇ,તમારા જેવા ગુરુ અને અન્ય સર્જક-મિત્રોનો.શીખવાનું સતત ચાલુ રહેશે.વાંચકોનું પણ એટલું જ ઋણ….

  Like

 5. બહેંનજી…પ્રયત્નો સદાય ફળતાં જ હોય છે…. અને જુઓ ફળ્યોને ?.. બસ લગે રહો…. ખુબ ખુબ અભિનંદન

  Like

 6. નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,
  બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.
  ખુબ સરસ..
  તમારા બ્લોગ ની,અને તમારી સાથે ,
  આ પહેલી મુલાકાત અતિ સુંદર દીસે ,
  અજનબી છતાં કેમ જાણીતા ભાસો?
  શું તમારા મહી મારી માં દેખાતી હશે?
  http://piyuninopamrat.wordpress.com/

  Like

 7. દેવીકાજી, વરસો સુધી સંગ્રાહેલ લાગણી ને અદભૂતરીતે રજુ કરીને આપે આપના કવિ હૃદય નો સુન્દર પરીચય આપેલ્ છે

  Like

 8. શિખરિણી છંદમાં સુંદર સોનેટ રચના માણવા મળી.

  અભિનંદન .

  અભિજીત પંડ્યા ( નવોદિત ગઝલકાર , ભાવનગર).

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s