અધૂરું કથન…..

 

નીલમબેન દોશી લિખીત એકાંકી નાટક “એક અધૂરો ઇન્ટરવ્યુ” ના આધારે લખેલ આ રચના છે. એમાં એક એવા પાત્ર ( વટવૃક્ષ )ની વાત છે જેનું કલેજુ કરવતથી કપાય છે અને હૈયું અધૂરાં રહી ગયેલાં ઇન્ટરવ્યુથી ઘવાય છે.

( મંદાક્રાંતા )

રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી દીધાં.

( અનુષ્ટુપ )

છોરું ધરતીનો ને, ભેરું વનનો હતો.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે ભણતો હતો.

( હરિગીત )

પંખીઓના ડાળે ડાળે ટચુકડા માળા હતા;
સમૃધ્ધિમાં ખુબ કેવા મીઠડાં ટહૂકા હતા.
તાપ-ટાઢ, વંટોળ ઝિલી, સૌના રક્ષણહાર હતા;
એ ગામના આબાલવૃધ્ધો, સર્વના રખેવાળ હતા.

( શાર્દૂલવિક્રીડિત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરી, મીંચીઆંખો નીતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને ભીંજાવે,
નારી પ્રેમે હસતી અહિંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.

( અનુષ્ટુપ )

હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..

( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી દીધાં,
વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!

17 thoughts on “અધૂરું કથન…..

  1. ત્યાં તો આવી,પરજન વળી,પાન ફીંદી જ દીધાં,
    એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
    લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
    સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!

    નાના હતા ત્યારે એક વ્રુક્ષની આત્મકથા લખવાની આવતી તે આજે ફરી યાદ આવી ગયુ.

    Like

  2. તમારી પ્રથમ પંક્તિ કલાપીની યાદ મૂકી ગઈ-
    તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંઈ જ દીધો…વગેરે
    છંદ પરનું પ્રભુત્વ ગમ્યું.
    આવજો આમંત્રણ છે મારી બે વેબ પર
    http://himanshupatel555.wordpress.com ( original poetry)
    http://himanshupatel52.wordpress.com ( translation from all over the world)
    આભાર

    Like

  3. સરસ છંદ બધ્ધ રચના.
    છંદો સાથે કવ્યને માણવાની મજા પડી.
    આ પંક્તિઓ ખુબ ગમી
    ત્યાં તો આવી,પરજન વળી,પાન ફીંદી જ દીધાં,
    એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
    લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
    સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!
    આભાર
    કીર્તિદા પરીખ

    Like

  4. મંદ મંદ આક્રંદ કરતી આ પંક્તીઓ વધુ ગમી
    રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી જ દીધાં;
    લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી જ દીધાં.

    Like

  5. વૃક્ષનું અંતર્જગત સુંદર રીતે વ્યક્ત કર્યું છે. આ અભિવ્યક્તિ ગમી …
    યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,
    નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;
    પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
    કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…

    Like

  6. સર્જન અને વિસર્જન એ તો કુદરતનો ઘટનાક્રમ છે, અને વિચ્છેદન એ માનવ સર્જિત છે. પણ એ તો નિમિત્તમાત્ર જ છે ને? હા એની ભૂલ ક્ષમાપાત્ર તો ન જ ગણી શકાય.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s