રુદિયાનો રંગ

 

હજી આજે પણ ઘણાંને મનમાં  સવાલ ઉઠે છે કે કૃષ્ણ ખરેખર થઇ ગયા હશે ?આ સંદર્ભમાં સુરેશ દલાલની આ વાત મને ખુબ જ ગમે છે. એ કહે છે કે ” અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા  તો એના જેવી  કોઇ અદભૂત કલ્પના નથી” તો  આવી જ એક કલ્પનાને આધારે રચાયેલા  બે ગીત આપ સૌની સમક્ષ સહર્ષ….

 

પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અણગમતું કાનમાં,
          અગર જો રાધા, હોત જરા શ્યામ,
          સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ ?!!

પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અમથું સાવ કાનમાં,
           અગર જો હોત, ના ગાયો ને ગોપી,
           તો સરજીને ખેલત, હું માખણની મટકી !

પૂછે કાં રાધા, નિકટથી કાનાને, ખોટું ખોટું કાનમાં,
          અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
          વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના ?

પૂછે કાં રાધા, આમ પાસે જઇ કાનાને, છેડી જરા કાનમાં,
           અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
           રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર !!

પૂછ મા અંતરની રાણી, આ અળવીતરું કાનમાં,
         અગર જો દિલ તુજ, જાણે ના જવાબ,
          જા કહી દઉં છું એવું , ના ચાહે આ શ્યામ !!

 પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું  ફરીથી કાનમાં,
          અગર જો
રાધા, હોત જરા શ્યામ,
          શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!

 

19 thoughts on “રુદિયાનો રંગ

 1. The Readers may NOT wish to go to the OLD Post & read my Comment….So I made the corrections & ADDED some lines at the end & this is what I say>>>>

  તો, કાનો કહે>>>>
  રાધા શ્યામ હોય કે ના, મને તો મારી રાધા ગમે !

  ના મથુરામાં એકલો રહું જો ના મળે મારી ગોપીઓ કે ગાયો,

  ના વાંસળીએ છિદ્રો, તો છિદ્રો પાડી મુકું મારા સૂરો,

  હોય મોરપીંછ પીળું તો પણ રહે મુજને વ્હાલું !

  સાચુ કહું રાધા તારા વગર, આ કાનને જીવવું બને અઘરૂં ,

  યાદ છે છોડી હતી લક્ષ્મી, અને અનેક રાણી,

  શાને સતાવે કાનોમાં કહી, ઓ મારી પ્યારી !

  આવ, આવ, ઓ રાધા મારી, ઓ રાધા મારી,

  મુજ અંતરમાં બેસી, કરવા દે પ્રેમ-લીલા મારી !

  >>>>ચંદ્રવદન

  Like

 2. મને મનમાં હતુ કે છેલ્લે એકાકાર થવાની વાત આવશે ક્રુષ્ણ રાધાને પોતાનામાં સમાવી લેવાની વાત કરશે …ચલો મારો મન ગમતો વિચાર આપની રચનામાં આવ્યો તે ગમ્યુ ,,,ખુબ ખુબ અભિનંદન બહેનજી….બહુ જ સરસ રચના

  Like

 3. અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી”

  શ્રી સુરેશભાઇ દલાલના આ કથન જેવુ બીજુ ક્રુષ્ણ માટે કોઇ કથન નથી..
  ખરેખર કૃષ્ણ એક અદભૂત ઘટના કે કલ્પના છે જેમાં આજે પણ રાધા અને ગોપી જેટલુ જ રાચવુ ગમે છે.

  દેવિકાબેન તમારી રાધા અને કૃષ્ણના એકાકાર થવાને કલ્પના પણ એટલી જ સુંદર છે.

  Like

  • “અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી” — સુરેશ દલાલ

   “શ્રી સુરેશભાઇ દલાલના આ કથન જેવુ બીજુ ક્રુષ્ણ માટે કોઇ કથન નથી..” — રાજુલબહેન

   રાજુલબહેનઃ શ્રી રામકૃષ્ણ પરમહંસનું રાધા માટે (ભક્તિભાવભર્યું) કથન છે. (એ કથન કૃષ્ણને પણ લાગુ પડે). શ્રી શ્રી રાધાકૃષ્ણની કૃપાથી http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આ વિશે લખીશ. સૌને બ્લોગની મુલાકાત લેતા રહેવાની વિનંતી.

   Like

 4. સુંદર કલ્પના ગીત…..
  ગીતમાં શું બંધારણ જાળવવાનું હોય છે એ ઉંડાણની ગઝલના છંદ જેવી અને જેટલી જાણકારી તો નથી પણ લય તો બન્નેમાં અનિવાર્ય આવશ્યક્તા છે એટલી સમજ કેળવાઈ છે…!
  અહીં અભિવ્યક્તિ અને ભાવ બન્ને સરસ જણાય છે.
  -અભિનંદન.

  Like

 5. રાધા કલ્પના છે કે રાધા ખરેખર હતાં? (આવો પ્રશ્ન કૃષ્ણ માટે પણ પૂછી શકાય.) આનો જવાબ વાંચો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરેલા ‘રાધા અને કૃષ્ણ વિશે (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ લખાણમાં.

  અને ‘પીતપીંછ’ — એ વળી શું? એના વિશે પણ ઉપરના લખાણમાં વાંચો.

  અને આપના પ્રતિભાવ આપવા વિનંતી.

  Like

 6. દેવિકાબેન
  શ્યામ સાથે તન મન ધનથી રહે તે શ્યામના રંગમા રંગાય,એક ભજન યાદ આવે છે
  શ્યામ રંગ સમિપે ન જાવુ મારે આજ થકી ફરિયાદ કરે ને શ્યામ સામે જ જાઇ!

  Like

 7. શ્રી દેવિકાબહેન,
  સુંદર ભાવગીત છે.
  અહીં ૩ પ્રશ્નોની કડી (ઘણા લોકો ભૂલથી કળી લખતા હોય છે) અને ૩ ઉત્તરોની કડીઓ છે. ચોથી કડી ઉત્તરની કડી હોય તો તેમાં થોડો ફેરફાર કરવો જોઈએ.

  પૂછે કાં રાધા, આમ પાસે જઇ કાનાને, છેડી જરા કાનમાં,
  અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
  રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર !!

  કાઈક આ રીતે…

  પૂછ ના, પૂછ “હ્રદયેશ્વરી”,”મુજ સંગીની”, તું ફરીથી કાનમાં,
  અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
  રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર..

  Like

 8. સુંદર ભાવો … મહેશભાઈ સાથે સંમત કે ગીતનું બંધારણ હોય તો રચના વધુ મ્હોરી ઉઠે. જો તમે આ ગીત તમારા અવાજમાં પઠન કરી મૂકો તો તમને પણ લાભ થશે અને વાચકોને પણ. પઠનથી રચનાના બંધારણમાં જે જે ખામી કે ખૂબીઓ હોય તે જોવાનો આપણને મોકો મળે. આ સુચન હકારાત્મક રીતે લેશો અને સર્જનપ્રક્રિયા ચાલુ રાખશો. શુભેચ્છાઓ.

  Like

 9. પિંગબેક: ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો ! « ચંદ્ર પુકાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s