અંધારી સવારે મહેંકતી મોસમ

  હ્યુસ્ટનમાં  વરસાદે માઝા મૂકી છે.ચાલો, થોડા છાંટણા આપને પણ ઉડાડું અને ભીંજવુ   !!

” અંધારી સવારે મહેંકતી મોસમ” ફરી એક વાર પ્રસ્તૂત……
 

  

આ..હ  છલકતી ને મહેંકતી મોસમ છે,
થોડી સરકતી ને બહેક્તી મોસમ છે.
          

         સવાર મેઘલી, છે અંધાર ઘેરી,
         ઝબૂકતી વીજળી ને અંબર હેલી,
         શીકરોની ટપલી ને હવા યે ઘેલી,
         ઉર્મિની ભરતી અંતરમાં રેલી…… 

હાય, હૈયું ધક ધક ધડકાવતી મોસમ છે,
આજ  કૈંક યૌવનને શરમાવતી મોસમ છે. 

          સમીરના સૂસવાટા જુલ્ફો રમાડતા,
          હ્રદયની રેશમી તળાઇને સ્પર્શતા,
          માટીની મીઠી મીઠી સોડમ વહાવતા,
          માદક ઉન્માદી અંગડાઇ મરોડતા…..

 નસનસમાં નર્તન જગાવતી મોસમ છે,
અંગઅંગમાં અગન ઉછાળતી મોસમ છે. 

         નભના  નેવેથી ઝરમરતી ધારમાં,
         નાહ્યા કરું ઉભી પાછલી રવેશમાં,
         ખોતર્યા કરું ઝીણી ફાંસ જેવી યાદમાં,
         કલરવતા પંખીના સૂરીલા ગાનમાં……. 

ભીના ભીના ગીતો ગવડાવતી મોસમ છે,
મોહબ્બતની મશાલને મમળાવતી મોસમ છે…… 

13 thoughts on “અંધારી સવારે મહેંકતી મોસમ

  1. આ.. હ .. ભીની ભીની કાવ્ય પંક્તિઓ મન ને ભીંજવી ગઈ .. ખુબ ખુબ અભિનંદન ..!

    Like

  2. સમીરના સૂસવાટા જુલ્ફો રમાડતા,
    હ્રદયની રેશમી તળાઇને સ્પર્શતા,
    માટીની મીઠી મીઠી સોડમ વહાવતા,
    માદક ઉન્માદી અંગડાઇ મરોડતા…..
    વાહ
    ભીંજાયેલ દરેક દુપટ્ટામાંથી છલકતા રૂપ અને એને તાકતી ભીની નજરોના પૂરનું નાજુક નિમિત્ત બને છે, આ વરસાદ. એ આવતાં જ, ધોળાદૂધ જેવાં વસ્ત્ર પર કાદવના છાંટા જોઇને જાણે કોઇ ગોરી સ્ત્રીના ગોરા હાથ પર તાજી મૂકાયેલી મેંદીનો રંગ જામ્યો હોય એમ લાગવા માંડે છે.

    Like

  3. વરસાદી મોસમમાં આ રચના વાંચી વરસાદના આનંદમાં વધારો થઇ ગયો. હુસ્ટન થી ઉડાડેલા થોડા છાટણા અમદાવાદમાં વરસાદ શરુ થતાં અમને પણ ઉડયાનો અનુભવ થયો અને ભીંજાઈ પણ ગયા.

    http://rupen007.feedcluster.com/

    Like

  4. દેવિકાબેન,
    સુંદર ભાવોવાળી રચના. એક બે સૂચન કરું ?
    એક, અંતિમ પંક્તિમાં મોહબ્બતની મશાલને મમળાવતી મોસમ છે … એમ લખ્યું છે પણ મશાલને મમળાવવાનું યોગ્ય નથી લાગતું. મશાલ ક્યાં તો સળગાવાય કે પ્રગટાવાય કે એવું કંઈ હોય તો યોગ્ય લાગે, અર્થપૂર્ણ લાગે.
    બીજું, પહેલાં અંતરામાં જેવી રીતે હેલી, ઘેલી, રેલી … છે તે જ રીતે અન્ય બે અંતરામાં હોય તો વધુ ગેયતા આવે. ગીતનો વધુ ઉઠાવ આવે.
    આગામી સર્જનો માટે શુભેચ્છા.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s