તમે એટલા તો વ્યસ્ત ના થાવ

 

તમે એટલા તો વ્યસ્ત ના થાવ કે સાવ ભૂલી જાવ,
                             સખા કેમ ભૂલી જાવ.

સૂરજના કિરણે તમે આવતા વરતાવ,
સન્ધ્યાને  સમે તમે ચાંદો થઇ જાવ,
મળવાની આશે મારી આંખો મીંચાય,
પણ નિષ્ઠુર પ્રિતમ તમે આવો ના પાસ !
એવું કંઇ થાય સખા કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ..

ફળ ફૂલ ખરી ને ખીલી પણ જાય,
પાનખર  પ્રેમભરી ફરી છલકાય,
રોજ રોજ, ક્ષણે ક્ષણ, રૂપ બદલાય,
કુદરત પર પ્યાર ને અમ પર ના વ્હાલ !
એવું કંઇ થાય સખા કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ..

વગડાની વાટ છે ને વદપક્ષની રાત આ,
દિલડું મૂંઝાય  કહે્તા જીભ અચકાય આ,
મનની મોસમ રોજ જાય મુરઝાય,
અંતરના યામી તોયે રહો અણજાણ !
એવું કંઇ થાય શ્યામ કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ..

Advertisements

16 thoughts on “તમે એટલા તો વ્યસ્ત ના થાવ

 1. પ્રતિક્ષાની ભાવવાહી રચના

  એક સપનું આંખમાં મુરઝાય છે.
  અમથી અમથી રાતભર જાગ્યા કરું,
  વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?
  … સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
  ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?

  … અવિરત વહે એ જળ છીએ,
  મોસમ હો કોઇપણ શ્રાવણ લગણ છીએ
  મારે મન એજ દીક્ષા છે.
  કોણ પામે છે અંત જોઇશું
  રાત છે,
  હું છું,
  ને પ્રતિક્ષા છે .

  Like

 2. દેવિકાબેન ખૂબ ગમી તમારી રચના અને પ્રિતમની પ્રતિક્ષાની વ્યથા!!ઘણીવાર એવું બને જે આપણે કહેવુ હોય તે બીજા કવિ સહેલાઇથી કહી જાય! ફરી એક વાર વાંચીશ અને મમળાવિશ! સરસ!
  સપના

  Like

 3. વાહ ! વાહ દેવિકાબેન, ખૂબ સરસ કાવ્ય ! પહેલા તો થયું કે તમે ચાર દિવસ બહારગામ ગયા અને ‘ઍ ‘ ભૂલી ગયા એટલે તમે વ્યથા વ્યક્ત કરી આ કાવ્યમાં. પણ પછી છેલ્લી પંક્તિઓ વાંચી ને જાણે અર્થ જ બદલાઇ ગયો ! ” અંતરના યામી તોયે રહો અણજાણ, એવું કાંઇ થાય શ્યામ ?”
  સુપર્બ ! સુભાનાલ્લાહ….

  નવીન બેન્કર. ૨૨ જુન ૨૦૧૦

  Like

 4. અતિ સુન્દર….!!!
  પ્રતિક્ષાની પ્રતીતિ દરેક લીટીમા અનુભવાય છે….!!

  પળો આ ઇન્ત્ઝારની કેમ વિતાવું !?
  મન બેતાબ છે એને કેમ મનાવું…!!????
  આવશે કોઈ દિલ ખે છે વારંવાર ,
  પણ સરી જતા સમયને કેમ થોભાવું..!!??
  મૌસમી મકવાણા-‘સખી’

  Like

 5. રાધાને એવું લાગ્યા કરે ..”શ્યામ ભુલી ગયાં!”
  એ તો ભણકાર છે કે “ઘનશ્યામ ભુલી ગયાં!”

  જેનાં સાંનિધ્યમાં બેસી રચના લખાઈ છે..સુંદર રીતે ભાવોને વ્યાક્ત કર્યાં છે..કરતા રહો..લખતા રહો..સાંનિધ્યમાં બેસી બેસી!

  Like

 6. ‘અંતરના યામી તોયે રહો અણજાણ !
  એવું કંઇ થાય શ્યામ કેમ ભૂલી જાવ…….તમે એટલા તો વ્યસ્ત ના થાવ.’

  સુંદર! દેવિકાબહેન, ખુબ સરસ રચના, અંતર ની વ્યથા અલગભાવ થી વર્ણવી છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s