ઝાકળ

 
 

રાતની આંખના ઝીલે આંસુ
પુષ્પનું કોમળ પાન,
ઝાકળ એનું નામ દઇને
મલકે માનવ જાત.
મનતરંગને સ્પર્શે ઝાકળ
શબદનો ઉઘડે વાન.
રુપ ધરી કો’ગીત-ગઝલનું
નિખરે સર્જન ભાત.
ગુન ગુન ભંવર અડકી અડકી,
વીંઝે પવનની સાથ.
ડાળને ટેકે બેસી ખુદને
બીડે ફૂલની માંય.
પાંદે ઝુલતું ઝાકળ-મોતી,
ચૂમે ધરાની ધાર.
વળી વળીને વરાળ થઇ,
ઉડે આભને ઘાટ.
ફરી રાતના આંસુ  ઝીલી,
ઝાકળ ઝુલે પાન. 

Advertisements

15 thoughts on “ઝાકળ

  • રાતની આંખના ઝીલે આંસુ
   પુષ્પનું કોમળ પાન,
   ઝાકળ એનું નામ દઇને
   મલકે માનવ જાત.

   ખૂબ સુંદર કલ્પના.

   Like

 1. મનતરંગને સ્પર્શે ઝાકળ
  શબદનો ઉઘડે વાન.

  વાહ દીદી …ખુબ જ સરસ રચના ..!! અભિનંદન ..

  Like

 2. એક આંસુ રાતનું વાહ! શું કલ્પના છે દેવિકાબહેન.ખૂબ સરસ અછાંદસ થયુ..અને ફરી વરાળ થઈને આંસું બનવાની વાત પર તો વાહ નીકળ્યું.
  સપના

  Like

 3. રાતની આંખના ઝીલે આંસુ, પુષ્પનું કોમળ પાન

  બહુજ સુન્દર, મજા આવી

  Like

 4. tamari kalam ne ane kalpana ne kaya shabdo ma bridavi te samjatu nathi.
  adbhut kalpana chhe.
  khub khub abhinandan

  Like

 5. રાતની આંખના ઝીલે આંસુ
  પુષ્પનું કોમળ પાન,
  ઝાકળ એનું નામ દઇને
  મલકે માનવ જાત.
  koi mate aansu and koi mate aanand ??? saras

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s