ધૂમ્મસ

 અજવાળી રાતે આજ અંધારું લાગે,

આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,  

                              ચાંદ છૂપાયે.

વરસાદી રાતે આજ અજંપો લાગે,

ધીરેથી સરસરતી કાગળની નૈયાઓ, 

                              યાદો ઉરાડે.

દુનિયાની રીતો આજ અકારી લાગે,

સાચા ને ખોટાના અટપટી ઝુલામાં, 

                             આતમ મૂંઝાયે.

સરિતાને તીરે આજ અટૂલું લાગે,

કંકરથી ઉઠેલ ગોળગોળ વલયમાં,

                                શ્વાસ રુંધાયે.

મંઝિલની રાહે આજ ઘૂંટાતુ લાગે,

સંજોગ-મેઘે ના સોનેરી સૂરજની,

                                 ધાર જણાયે.   

અજવાળી રાતે આજ અંધારું લાગે,

આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,  

                             ચાંદ છૂપાયે…

Advertisements

10 thoughts on “ધૂમ્મસ

 1. સરસ રચનાની આ પંક્તીઓ ગમિ
  દુનિયાની રીતો આજ અકારી લાગે,
  સાચા ને ખોટાના અટપટી ઝુલામાં,
  આતમ મૂંઝાયે.

  યાદ્
  તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
  તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

  Like

 2. અજવાળી રાતે આજ અંધારું લાગે,

  આછેરા ધૂમ્મસના મલમલી ઘૂંઘટમાં,

  ચાંદ છૂપાયે…

  sundar!

  Like

 3. સરિતાને તીરે આજ અટૂલું લાગે,

  કંકરથી ઉઠેલ ગોળગોળ વલયમાં,

  શ્વાસ રુંધાયે
  very nice!
  nayana

  Like

 4. very nice …. your nights might becoming longer and longer ……. then only this wonderful production is possible …. very nice very touching …

  Like

 5. વરસાદી રાતે આજ અજંપો લાગે,ધીરેથી સરસરતી કાગળની નૈયાઓ,યાદો ઉરાડે.
  excellent, bahu sundar lage cche. very nice

  Like

 6. વરસાદી રાતે…, દુનિયાની રીતો…,સરીતાની તીરે… બધા લીટીઓમા આટલુ દર્દ કેમ છે?

  એક એક લીટીમા કેટલા સરસ ભવો છુપાયા છે? મજા આવી

  Like

 7. દુનિયાની રીતો આજ અકારી લાગે,

  સાચા ને ખોટાના અટપટી ઝુલામાં,

  આતમ મૂંઝાયે.
  Nice.

  Like

 8. પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, હળવેથી કાનમાં,
  અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
  વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના ?

  BEAUTIFUL EXPRESSION..

  SANTOSH BHATT

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s