તડકો

 http://youtu.be/wf9GLfEAaRY

તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
હૂંફાળા હાથ લઇ હાથમાં,

આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.

આદરી રમત કેવી પકડાપકડીની,
જાણે ઇશારે સમજીને સાનમાં,

સરતો ને તરતો એ દરશન દઇ દે,
દૂર કેમે ના જાય પેલાં વાદળા.

વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
વેગે ફૂંકાયો પાનપાનમાં,

ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
વિખરાયા ધીરે વરસાદમા.

ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,

ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,
વાગોળી જૂની વાતવાતમાં.

તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
ભીંજાયા કુદરતના રાગમાં.

 

Advertisements

27 thoughts on “તડકો

 1. તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
  ભીંજાયા કુદરતના રાગમાં.
  આ પંકતિઓ એકદમ શિયાળાની યાદ અપાવી દિધી..સરસ રચના!
  સપના

  Like

 2. તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ, હૂંફાળા હાથ લઇ હાથમાં,
  આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા, સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.

  સુંદર કલ્પના …

  Like

 3. આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
  સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.
  સુંદર ગીત દેવિકાબેન..બહુ ગમ્યું

  Like

 4. ભીની ભીની ક્ષણોને વીણી પકડીને,
  વાગોળી જૂની વાતવાતમાં

  આમ તો આખી કવિતા જ સુંદર છે.પરંતુ આ લીટી ચગળવાનું મન થાય તેવી છે.ભૂતકાળની મીઠી ક્ષણોની ભીનાશ મનને તરબતર કરી ગઈ.
  નયના

  Like

 5. તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
  ભીંજાયા કુદરતના રાગમાં.

  સિંગાપોરમાં બેઠાં બેઠા..આવી સરસ રચના લખો છો..બીક લાગે છે રખે ત્યાંની સ્વર્ગ જેવી ભૂમિ ગમી જાય અને પછી ત્યાં રહી જાવ્….

  Like

 6. વાહ દેવિકાબેન….
  સુંદર શબ્દચિત્ર ઉપસાવ્યું અને લય પણ સરસ રીતે જળવાયો.
  અભિનંદન.
  http://www.drmahesh.rawal.us ના આંગણે પધારવા અને પ્રસ્તુત ગઝલો અંગે આપના પ્રતિભાવ જણાવવા નિમંત્રણ છે.

  Like

 7. સુંદર ગીત માટે અભિનંદન.

  તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
  હૂંફાળા હાથ લઇ હાથમાં,

  આ ધ્રુવપંક્તિ તો ખૂબ જ મજાની થઈ છે અને એનો લય ખરેખર ખૂબ જ સ-રસ થયો છે ! આખા ગીતમાં જો આ જ ધ્રુવપંક્તિનો લય સચવાયો હોત તો આખું ગીત અત્યારે જેટલું જામે છે એનાથીયે હજી વધુ જામ્યું હોત ! (અંગત અભિપ્રાય!)

  Like

 8. મોટાભાગની પંક્તિઓમાં માત્ર એક-બે શબ્દોનાં ફેરફાર કે અદલાબદલીથી કે એકાદ અક્ષર ઉમેરવાથી ગીતનો લય અનેકગણો ઉપસી આવશે એવું મને ગીત ગણગણતા ગણગણતા લાગ્યું…

  Like

 9. દેવિકાબેન,

  સુંદર ઉપાડ લેતી સરસ રચના. મને આ પંક્તિઓ ખાસ ગમી ગઈઃ

  તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
  હૂંફાળા હાથ લઇ હાથમાં,

  આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
  સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.

  ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
  ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,

  તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
  ભીંજાયા કુદરતના રાગમાં.

  ઊર્મિની વાત સાચી છે. લય જળવાય તો ઓર મજા આવે!

  Like

 10. સુંદર રચના… ઊર્મિ અને હેમંતની વાત બરાબર છે.. લય લગભગ લગભગ સચવાયો છે… થોડો કસબ ઉમેરવામાં આવે તો રચના authentic બને…

  Like

 11. Very nice. I wish I have better way to express “You know what i mean”
  TAME BUS AVU LAKHTA RAHO & AME AVU VANCHATA RAHIYE.

  Like

 12. આ ગીત વાંચીનેપહેલો પ્રતિભાવ એ ફૂટ્યો કે હવેથી તમારી પાસે વધુને વધુ અપેક્ષાઓ રહેશે. તડકો વીંટીને બેસો કે ભીની ક્ષણોને વીણતાં રહો, પણ હવે આમ જ વરસતાં રહો.

  શુભેચ્છાઓ.

  Like

 13. Very Nice Poem as a whole but first four lines are “Gems”
  “Tadko” alhadak “Thandak” aapi gayo.
  Continue with your wonderful ideas and imagination.
  We look forward to what is next.

  Like

 14. સર્જક-મિત્રોના યોગ્ય સૂચન પછી જરૂરી સુધારા/વધારા સાથેની રજૂઆત.
  સૌનો ખુબ ખુબ આભાર.

  Like

 15. સુંદર રચના
  ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,
  વાગોળી જૂની વાતવાતમાં.
  તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
  ભીંજાયા કુદરતના રાગમાં.
  પંક્તિ સરસ
  ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો
  અને
  ભીંજાયા કુદરતના રાગમાં એટલે બ્રહ્મજ્ઞાન –
  ઠોસ અનુભૂતિ જયારે કાવ્ય ના સ્વરૂપે બહાર આવે ત્યારે આવું સહજ કાવ્ય સર્જાતું હોય છે. આવી કવિતા ભાવક વ્યક્તિને કાવ્યપ્રેમી બનાવી દેતી હોય છે.

  Like

 16. ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,
  વાગોળી જૂની વાતવાતમાં.

  khuub saras vat..hraday sparshi..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s