સીંગાપોરની લીલોતરી

 
 
 

 સીંગાપોરની આ

છમછમતી લીલોતરી;

નગર-પ્રવેશ પૂર્વે જ

આવકારતી આગોતરી……

આભલેથી વર-સાદના

સમૃધ્ધ પ્રેમવારિથી,

છલકતી પ્રેયસી-શી,

ભાવી ગઇ મનને,

સીંગાપોરની આ ધરિત્રી….

જ્યાં હરિણી-શી ઉછળતી,

થનગનતી ઉછરતી,

જીગરના ટૂકડા સમી,

રક્તના વ્હેણ સમી,

દ્વય સુપૌત્રી,

સીંગાપોરની જાણે,

છમછમતી લીલોતરી….

શ્વાસમાં સોડમભરી,

મહેંકતી લીલોતરી…….

14 thoughts on “સીંગાપોરની લીલોતરી

  1. એકદમ આબેહૂબ મેં જોયેલ દ્રષ્યોનું જાણે તમે નિરૂપણ કર્યું …..!
    ખરેખર સુંદર પર્યટન સ્થળ છે સીંગાપોર ખાસ તો ત્યાંની ચોખ્ખાઈ પણ ઉડીને આંખે વળગે એવી છે ખરૂંને?
    -સરસ અભિવ્યક્તિબદલ હરીયાળા અભિનંદન.

    Like

  2. Tarbhuchna Pet Par Talni Toch Jevdo Desh Chhe Maro,
    Tmane Najre Padyo Sundar Lagyo, Gamyun Amane Ghanu.
    Loo Ni Chadar Niche Rahiae Ame,
    Pani Pan Pardeshthi Laviae Ame,
    Chokhkhi Havana Svas Leva Dolar Daiae Chhiae Ame, Koine Pan Kaheva Vina Anandthi JIviae Chhiae Ame.
    Jeva Pan Chhiae Saune Gamiae Chhiae Ame.
    Tamne Gamya Ame, Kavy Kruti Rachi Tame.

    Like

  3. સુંદર રચના…
    જ્યાં હરિણી-શી ઉછળતી,

    થનગનતી ઉછરતી,

    જીગરના ટૂકડા સમી,

    રક્તના વ્હેણ સમી,

    દ્વય સુપૌત્રી,

    સીંગાપોરની જાણે,

    છમછમતી લીલોતરી….

    શ્વાસમાં સોડમભરી,

    મહેંકતી લીલોતરી…

    Like

  4. આભલેથી વર-સાદના

    સમૃધ્ધ પ્રેમવારિથી,

    wahh maja aavi gai..shbdo ni ramat to shreshth lakhnar j kari sake..ane aape e karyu che..વરસાદ……no aavo arth to me paheli var sambhdyo..43 years ma kyarey vicharyo pan nathi…gr888 વર-સાદ

    Like

Leave a comment