કશ્મકશ

જીવતરની ભરબપોર જેણે વિયોગના તાપમાં વેઠી લીધી છે એવી એક નારીને ઉગતી સાંજે એક ઝીણી ઝંખના જાગે છે.ઘડીભર એ ચોંકી ઉઠે છે,ખળભળી ઉઠે છે.એનું મનોમંથન “કશ્મકશ” માં અભિવ્યક્ત થાય છે.

***************                         *****************

આયખાને સીવે કોઇ અક્કલની સોયે,તો યે મનખાનો દોર વાળે ગાંઠો,
જાણે જુનું અધૂરું કોઇ પ્રોવે ને ખેંચી રુદિયામાં પાડે નોખી ભાતો,
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ ;
એવી ગોરજ વેળાની આ વાતો……

પહેરીને બેઠેલી લીલુડી સાડી ને ધરતીને શિર કોનો છાંટો,
ઝબકી જાગે ને વળી પલળે પલભર, ઝુરે ને તરસે મધરાતો,
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ;
એવી પૃથાના પેટાળની વાતો…….

પદ્માસન સંયમનુ વાળીને બેઠેલ ઋષિનો રત્તિભર નાતો,
મેનકાને કેમ કરી વાળે કે ખાળે, એ કશ્મકશનો કાંટો !?
કઇં રહેવાય નહિ, કેમે સહેવાય નહિ,કોઇને કહેવાય નહિ;
એવી આતમની વીંધાતી વાતો…….

Advertisements

16 thoughts on “કશ્મકશ

 1. જીન્દગી ના કોઈ એવા મોડ પર ની સમીસાંજે વ્યક્તિને થતી આ અનુભૂતિ કશ્મકશમાં જ મૂકી દે એવી ઉંડી લાગણીની અભિવ્યક્તિ… અભિનંદન દીદી ..!

  Like

 2. Hello Devica,
  It was really very very inspiring to read & enjoy your this months publication. U R surely providing this great food for the ” BRAIN ”. A VERY ENLIGHTNING EXPERIENCE for all the members of the family. I always meant to write to you and talk about all the good old times !!!, but the time is always running away so fast !!. Will look forward to talk to U soon.
  with kind regards,
  Prafulla & Ramesh Raval.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s