પગલાં

 

Inspirational poem “footprints  in the sands”
by Mary Stevenson..પર આધારિત રચના  …….

footprints

વિશ્વાસ હતો  ને  હતી એક ખુમારી;
સાથે હતો ઇશ
ને, કેડી યે સહેલી .

લીલાંછમ રસ્તા ને ઝુમતાં’તા વૃક્ષો ,
હવા યે શીતલ ને ઝુલતાં’તા ફૂલો.

અણજાણે જોશે ગતિ તેજ થાતી,
ના જાણે ક્યાં છેક મુજને લઇ જાતી.

વસ્તીથી દૂર એક સંધ્યાને ટાણે,
પહોંચાડી સૂક્કા રેતાળ રાહે.

રળિયામણો પંથ ભેંકાર લાગ્યો,
એને વિસરતા  વિકટ માર્ગ લાગ્યો,

પાછું  વળી જોયું, કેવુ આ દ્રશ્ય !,
મારાં જ  પગલાં બે ? એના અદ્રશ્ય !!

શંકા-કુશંકાથી  આંસુ બે ટપક્યાં,
પ્રશ્નો ભીતરથી લાખો કૈં ઉમટ્યા.

ત્યાં આકાશવાણીના પડઘા સંભળાયાઃ
આકાશવાણીના પડઘા સંભળાયાઃ

દૂર દૂરથી ગેબી અવાજ કાને
“એ પગલાં છે મારાં ડરે તું શાને ?…

નીડર બનીને ડગલાં તું ભરજે,
શંકા નહિ પણ શ્રધ્ધા તું રાખજે,

એ હું જ છું ને તું જ સાથ છું હું,
તને  ઝિલીને આગળ વધુ છું.. !!!!!!

એ હું જ છું ને તું જ સાથ છું હું,
ઉંચકીને હળવેથી પગલાં ભરું છું……”

31 thoughts on “પગલાં

  1. સરસ રચના..શંકા નહીં પણ શ્રધ્ધા રાખજે….

    દેવિકાબહેન, તમારું પુસ્તક કયાંથી મળી શકશે ? કયું પ્રકાશન એ જણાવશો…
    તમે મને તમારા લીસ્ટમાં સામેલ કરી છે એ જાણી આનંદ થયો..ખૂબ ખૂબ આભાર..
    પણ હું માનું છું કે મિત્રોનું પુસ્તક ખરીદીને જ વાંચવું જોઇએ…. નૈતિક રીતે હું એમ માનું છું અને તેથી તમારું પુસ્તક હું ખરીદીને જ વાંચીશ.

    ફેબ્રુઆરીમાં ઓરીસ્સાનો પ્રોગ્રામ બનાવો….

    નવા વરસમાં તમારી કલમ ખૂબ પોંખાય..ખૂબ લખો….એવી શુભેચ્છાઓ…

    Like

  2. Devikaben,
    This has always been one of our very favorite poems. It is a culmination of love, undying faith(but occasionally questionable because I ask my creator, were was he?), helplessness and/or total surrender and still inspiring to invoke deeply rooted confidence from within. I used to have the picture of the Foot Prints on the wall of my hostel in Bombay, almost 48 years ago. Another one of my favorite is The Prayer of Assisi.
    Due to limitations of time and my language, I am not respond or comment on your creations but you are always in our thoughts. And, we cherish your originality and your creations. My regards to the inspirer, Rahulbhai.

    Hemant & Purnima Gajarawala

    Like

  3. ખૂબ સુંદર અનુવાદ
    થયું મૂળ રચના મૂકુંFootprints in the Sand

    One night I dreamed I was walking along the beach with the Lord.
    Many scenes from my life flashed across the sky.
    In each scene I noticed footprints in the sand.
    Sometimes there were two sets of footprints,
    other times there were one set of footprints.

    This bothered me because I noticed
    that during the low periods of my life,
    when I was suffering from
    anguish, sorrow or defeat,
    I could see only one set of footprints.

    So I said to the Lord,
    “You promised me Lord,
    that if I followed you,
    you would walk with me always.
    But I have noticed that during
    the most trying periods of my life
    there have only been one
    set of footprints in the sand.
    Why, when I needed you most,
    you have not been there for me?”

    The Lord replied,
    “The times when you have
    seen only one set of footprints in the sand,
    is when I carried you.”
    Mary Stevenson

    Like

  4. email from Dr.Rushi Mehta

    Devikaben, Abhinandan.
    America ma^ 37 varsh thaya pachhi have Gujarati bhasha na sahitya ni majha vadhu avechhe and em laage chhe ke kadach juvani na samay karta bhasha and samvedna ne saari rite samajava ma^ matrubhasha ati mahatvani chhe.
    Aap na blog par kavita ane suvichar vanchi ne ghano aanand thayo. Khas karine
    ‘pagala^’ ane ‘s nu sangeet’ ati sundar lagya.
    Avi ja rachnao aapta raho tevi aasha sathe,

    Dr. Rushi Mehta

    Like

Leave a comment