દિલનો દીવો

 

divo

નવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે,સંવેદના-શૂન્ય બની ગઇ છે.એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે,ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો ,સાચો ઓપ આપવાનો વિચાર જાગ્યો…જે સસ્નેહ પ્રસ્તૂત….

*********************        ********************      

સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,

મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,

દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.

આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,

સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,

સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,

અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.

અંતરના અજવાળા એટલે આરતી,

ભીતરનો ભાવ તે જ પૂજાપો,

પ્રેમથી પરમનો આભાર તે જ પ્રાર્થના.

ચાલો, ઉરના આંગણે,

સમજણના સાથિયા પૂરીએ.

એકાન્તની કુન્જમાં,શાંત,

પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,

નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ,

સાચા નૂતન વર્ષ મુબારક  પાઠવીએ…..

 

Advertisements

20 thoughts on “દિલનો દીવો

 1. Wow wonderful !!

  ચાલો, ઉરના આંગણે,

  સમજણના સાથિયા પૂરીએ.

  આ પંકિતઓમાં તો લય પણ છે, જો આ રીતે લયબદ્ધ બધી જ પંકિતઓ હોત તો વધુ સરસ અસરકારક રજૂઆત થાત, છતાંય ખુબ જ સરસ અને સરળ શબ્દોમાં તમે સાચી વાત કહી.ખરેખર આ જ સાચા નૂતનવર્ષાભિનંદન!!

  Like

 2. Devikaben,
  Your purity of thoghts and words help us remind the real Diwali and all festivals our rishis devised ages ago…..
  Happy Diwali to you and your family.
  Narendra, Jyotsna Ved

  Like

 3. દેવીકાજી, નમસ્કાર
  દિલ નો દીવો સુંદર રચના છે આપની, જો તમારા દિલ માં જ દીવો ના હોય તો બધું વ્યર્થ છે તમારી વાત સાચી છે હવે તહેવારો નું મહત્વ પહેલા જેવું નથી રહ્યું. પણ તમારી આ રચના થી તહેવાર નું મહત્વ સમજાય છે, દરેક શબ્દ માં સચોટતા છે.
  વસુધા

  Like

 4. Devikaben,
  pratham 5 lines gay kal ni bethakma sambhalayu purn vnchan bad khubaj gamyu,
  maf karsho gujaratima na lakhava badal.
  indu

  Like

 5. સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,VERY NICE.As kokilaben said tamne Amara Antarna Aavrna ane Prem na Patharna.
  Devi = Dil no divo,suvicharono Khajano,Shabdono sangam,Aashavadi,Samarpan ni Murti.Devi.

  Like

 6. A brilliant creation on, and for, these Holidays(Holy Days). No words are enough to laud your wonderful imagination to celebrate Diwali, by lighting our inner self which is much more important. You have provided oil to light the “Diya” of our life.
  Our Best Wishes to you and all family members on these auspicious celebration.

  Like

 7. Devikaben,

  Tamara “Dil no Divao” kharekhar khub j bright chhe. Jo ene khara arth ma samjva ma aave to bas Ujaas j Ujaas chhe.

  Your noble, brilliant and high-quality thoughts have given a whole new meaning and outlook to our great festival Diwali.

  I do not find enough words to compliment this bright creation. Divane ajwaLu dekhadi shakay?

  Happy Diwali and best wishes for Happy new year to you and your family!

  Like

 8. વાહ દેવિકાબેન
  ….એટલેના માધ્યમે તમામ સંદર્ભો સુંદર બતાવ્યા/બનાવ્યા છે.ખરા અર્થમાં કહીએ તો તહેવારોને મૂળસ્વરૂપે ઉજવવાનું જ જાણે ભૂલાઈ ગયું છે!
  પણ આશા અમર છે-આવતી પેઢીને કદાચ ઈશ્વર પ્રેરણા(કે સદબુધ્ધિ?)આપશે અને તમારા આ એટલે….ની જેમ બધા જ તહેવારોનું ઉજવણું થશે.
  નૂતન વર્ષાભિનંદન.

  Like

 9. દેવિકાબહેન, આભાર.. આપે મોકલેલ પોસ્ટ બદલ. શબ્દોના સથવારે નેટજગતના સાનિધ્યમાં વિવિધ કૃતિઓના ભાવ-પ્રતિભાવરૂપે આરીતે મળીએ તો કેવું? યાદ આવે છે અમે પણ સ્કૂલમાં અ પ્રાર્થના ગાતા હતાં, “તું તારા દિલનો દિવો થાને! ઓરે! ઓરે! ઓ ભાયા! કોડીયું તારું કાચી માટીનું, રહી જાશે પડછાયા..” ખરેખર આ જ સાચી દિવાળી મનાવી કહેવાયની? આપને તથા આપના સર્વ સ્નેહી જનોને મારી દિવાળી અને નૂતનવર્ષ નિમિત્તે શુભભાવનાઓ અને શુભકામનાઓ વ્યક્ત કરું છું. ઉષા

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s