છેલછોગાળો

શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,

       ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો યમૂનાનો  કાંઠો….

વસુદેવ ને દેવકી લઇને આવે જેલની યાદો,

       નંદ-જશોદા બાંધી બેઠા ક્યારનો મનમાં માળો, 

શોધી શોધી થાકી આંખો, નથી દેખાતી ગોકુળની  ગાયો….. 

       લાગણીઓ તો લળી લળીને રમતી કેવા રાસો,

ઉજાગરાએ  માંડ્યો હવે, આ રાતનો અહીં વાસો,

       ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો મન્મંદિરનો માધો……

ખોટી મટકી,માખણ લઇને, ગોરસ વહેંચુ ઘાટો,

       નીકળ હવે તો બહાર છબીની, તોડ પીડાની વાડો, 

શોધી શોધી થાકી આંખો, નથી દેખાતો જશોદાનો જાયો….. 

       ખુબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,

છાને પગલે આવી આવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો, 

       ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો વ્રજનો વ્હાલો;

શ્રાવણનો આ સરતો દાડો,પણ ક્યાં છે સૌનો કાનો,

       શોધી શોધી થાકી આંખો, નથી દેખાતો છેલછોગાળો….

 

Advertisements

9 thoughts on “છેલછોગાળો

  1. Aakhi kavitaa j sunder chhe parantoo nicheni be lino aflaatoon chhe!

    લાગણીઓ તો લળી લળીને રમતી કેવા રાસો,
    નીકળ હવે તો બહાર છબીની, તોડ પીડાની વાડો,

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s