નથી હું મીરાં કે નથી હું રાધા

શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
                  તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
                 શબરી નથી કે  કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે  મથુરા,
                કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં !
તેથી ફરું હું તો નેટના જગતમાં,
                તારા તે જગમાં ક્યાં હવે છે મણા ?
આવીને  મળે તો માનું અહીં  વેબમાં,
                જોજે ભૂલીશ મા,  કે’જે ઇમેઇલમાં,
વેબકેમ મંદિરના ખોલી દઇશ બારણાં,
                આરતી ઉતારીને  લઇશ ઓવારણા.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
                પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
                છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને  ફેરવી દે પ્રેમપીંછ,
                 ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
                   તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના…….

13 thoughts on “નથી હું મીરાં કે નથી હું રાધા

  1. કોમ્પ્યુટર યુગમા વાઈરસ હણનારના સ્વ્ રુપે કાનાની અનુભૂતિ થાય પણ તેને માટે રાધા-મીરાની
    પ્રેમાસ્પદ પ્રત્યે મહાભાવ્ જરુરી

    Like

  2. Devika,

    Tame have evi unchaaeye pahonchi gayaa chho ke darek kaavya no pratibhaav lakhavaano koi arth mane nathi laagato kaaran ke pratibhaav lakhavaa maate pan have judaa judaa shabdo jadvaa joiye ne ?

    Bas ! tame khub khub pragati karya karo ane Sahitya jagat ne tamaari vividh rachanao thi vibhushit karta raho ej prarthana.

    NAVIN BANKER

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s