‘સ’નું સંગીત

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે,

સાંવરી,સલોની,સુહાની સંગીતા,

સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..

સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,

સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,

સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,

સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.

સસ્મિત,સાનંદ,સુંદર સુદિને,

સ્મરીને સ્નેહે સૌને સત્કારતી,

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે.
******************************************

 

“શબ્દારંભે અક્ષર એક” ના મારા નવીન પ્રયોગના કક્કાનો “સ” જેના માટે લખાયો તે સંગીતા,
સૂર અને સંગીતની સાધક સંગીતાને,
તેના સુદિને ( જન્મદિવસે ) આજે  સ્સ્નેહ,શુભેચ્છા સહ, ફરી એક વખત….થોડા સુધારા સાથે…..

 

13 thoughts on “‘સ’નું સંગીત

  1. અદ્ભૂત આલેખન ,અલક્પલ્પનીય ,
    આંખ સામે, અનોખું, અપૂર્વ ,
    આખુ કાવ્ય પ્રાસાનુપ્રાસમાં ,
    અભિનંદન દેવિકાને,
    અંતરમાં આનંદ ઉમંગ અનુભવાયો….આજે
    અને તે પણ સંગીત સાધકના સુદિને..
    કેવા હશે તે સૂર જરા સંભળાવજો અમને પણ.

    Like

  2. Sangeet, Saptak/Saat-Sur, Shabd, Sahodar, Saathi, Sneh-Samandar and Sa-Anand. Seven beautiful colors of Sukh. So speechless!

    Tamra Shabo, bhavo, lagNi, Sneh Chhalakatu premaL hriday ke kavita-shakti vishe kashu lakhva asamartha chhun.

    I am just grateful to God for blesing me with so loving sister, relatives as well as friends and well-wishers. Whatever little I am or will be – is because of each and everyone of them. What more can one wish for to be happy?

    I am so grateful!

    Best Regards,
    Sangita

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s