શોધ

એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
ન મિલન પછી વિરહ રહે, સુખો પછી ના દુ:ખ ઘડે.

એક એવું વિશ્વ મળે જ્યાં સૌ જીવો બની શિવ રહે,
ના ઉંચનીચ, ખરાખોટાં,નાનામોટા ના ભેદ રહે.

એક નવો ઇશ્વર મળે જે જઇ જુના પ્રભુને પૂછે,
દઇ દાન વિચાર-વાણીના, કહે કાબૂ ના તું કાં કરે ?

સર્જી સારા બૂરા બધે, કહે સારાને  જ કાં કસે ?
શું ડર છે તુજને માનવી નહિ પ્રાર્થના કરે તને ?

 જો અંતર્યામી છે જ તું, તો દુષ્કર્મો ને રોક હવે.
એક એવો ઇશ્વર મળે જે શાંતિનું એક જગ રચે,

રંગ લોહીના જુદા ભલે, ગુણો બધે સરખા મળે,
દ્વંદ્વોની ના દ્વિધા રહે ના પૂણ્ય ને કોઇ પાપ રહે.

એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
એક એવો ઇશ મળે જે બસ હવે સુરાજ રચે.

 

14 thoughts on “શોધ

  1. સુંદર કાવ્ય…એક એવો ઈશ મળે….તે ધારે તો સ્વતંત્ર ઈચ્છાશકિત પણ ના આપે…પોતાનું ધાર્યુ કરાવી શકે પણ તેણે કેમ જાણે વિશ્વાસ ના મૂક્યો હોય માનવી પર…કે જીવી બતાવશે અને વિશ્વને નંદનવન બનાવશે પણ..વાત સાચિ છે હજી નંદનવન નથી બન્યું…

    Like

  2. એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
    ન મિલન પછી વિરહ રહે, સુખો પછી ના દુ:ખ ઘડે.

    કલ્પના સારી છે

    પ્રેમ પછી દર્દ અને મિલન પછી વિરહ,
    બધા સમજી શકે એવા આ ઉખાણાં નથી હોતા.

    Like

  3. સુંદર વિચારશીલ પ્રેરક કાવ્ય આપે લખ્યું છે…
    એક એવો માણસ મળે જે માણસ જેવો માણસ બને…
    સાચી વાત છે આપણી મર્યાદા છે તો પ્રભુ જ યાદ આવે ને…
    ફરીવાર આપનું શોધ કાવ્યુ વાંચ્યું….

    Like

Leave a comment