અવકાશ

આજે  હ્રદય પર ભાર થઇ ગયો,
વાદળી વરસી ને આભે અવકાશ થઇ ગયો.

ખબર નો’તી કાલ સુધી કેવો,
અચાનક એવો સૂનકાર થઇ ગયો.

ટીપાંથી ભીંજાતી’તી આંખો કદીક,
આજે ધોધમાર વરસાદ થઇ ગયો.

કામમાં ખોવાઇ જા કહેતી બુધ્ધિને,
લાગણીનો જાણે પડકાર થઇ ગયો.

સમજાવે મન,બહુ માયા નહિ સારી સમજ,
તો યે હૈયાને ગભરાટ થઇ ગયો.

નજરથી થોડી શું દૂર થઇ પૌત્રીઓ,
ને દિલમાં એક હાહાકાર થઇ ગયો.

આજે વળી હ્રદય પર ભાર થઇ ગયો,
લોહીના ખેંચાણનો સાક્ષાત્કાર થઇ ગયો.

વાદળીઓ વરસી ને ચાલી  ગઇ
ને આભે એક અવકાશ થઇ ગયો……

Advertisements

14 thoughts on “અવકાશ

 1. આજે વળી હ્રદય પર ભાર થઇ ગયો,
  લોહીના ખેંચાણનો સાક્ષાત્કાર થઇ ગયો.

  લાગણીમાં ભળતી “મા”ની મમતા…ત્યારેજ કશું આવું થાય!
  ભાવોને સરસ રીતે વણ્યા છે…

  Like

 2. this is the life…… which everyone has to feel ….. some can express in other way but u have a great gift to express…… way of expression …. very nice …

  Like

 3. ખબર નો’તી કાલ સુધી કેવો,
  અચાનક એવો સૂનકાર થઇ ગયો.

  ટીપાંથી ભીંજાતી’તી આંખો કદીક,
  આજે ધોધમાર વરસાદ થઇ ગયો.

  Very very Touchy,

  Like

 4. કામમાં ખોવાઇ જા કહેતી બુધ્ધિને,
  લાગણીનો જાણે પડકાર થઇ ગયો.
  very nice express your feeling..

  Like

 5. Excellent expression of your sentiments. I can feel your inner pain in each words. You have a very challanging God Given Gift.Keep it up

  Like

 6. સમજાવે મન,બહુ મમતા નહિ સારી સમજ,
  તો યે હૈયાને ગભરાટ થઇ ગયો.
  પ્રેમ જે ઇન્દ્રિયો દ્વારા નહીં, પણ તર્ક, સમજદારી અને પસંદગી દ્વારા વિકાસ પામ્યો હોય. જેમાં આપણી ઈચ્છા અથવા એક એવી વ્યક્તિની જરૂરિયાત હોય છે જે તમને પ્રેમ કરવા માટે પસંદગીનો અવકાશ આપે. એ તમારામાં રહેલી પ્રેમ કરવાની ક્ષમતાઓને જોઈ શકે, સમજી શકે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s