તો કેવું સારું…….

ભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
            યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું. 

પાનખર મહીં કદીક ક્યાંક વસંત ખીલે ને,
            અમાસની રાતે ચાંદ ક્યાંક દેખાય તો કેવું સારું.

ઝાડ પર માળો કરતા પંખીને ઉડતા ઉડતા,
            રાત પડે આભલે શયન મળે તો કેવું સારું.

સંગેમરમરના પત્થરને કદી વાચા ફૂટે ને,
          મુમતાઝ  થઇ ઉભી કદી તાજ જુએ તો કેવું સારુ.

 માનવમાં કદીક કદીક દેવત્વ ઉભરે ને, 
           ઇશ્વર કદી માનવ બની થોડું શ્વસે તો કેવું સારું.

10 thoughts on “તો કેવું સારું…….

Leave a comment