વિશ્વ-ચિત્રણ

 

cloud

વિશ્વમાં જે થયાં કરે છે તે જોયા કરું છું,
મનમાં જે થાય છે તે કર્યા કરું છુ.

કેમ થાય ફરિયાદ નિયંતાને,
વિ
ચારી એમ,એને જોયા કરું છું.

સર્જ્યું હશે ખુદાએ જ્યારે જગત,
શું આવું ધાર્યું હશે વિચાર્યા કરું છું.

કોણ કોને શાને પૂછે પ્રશ્નો,
સમજી એમ મૌન રાખ્યા કરું છું.

લાગ્યા છે દવ આ દૂનિયાના ડુંગરને,
ઓલવાશે કોઇથી કદી મૂંઝાયા કરું છું.

જોઉં ઉપર ને દેખાય ઘેરા વાદળાં,
સોનેરી કિનાર પર મીટ માંડ્યા કરું છું.

કળિયુગના કાળા આ કેરની તાસીરમાં,
સંતાયેલા સતયુગની તસ્વીર ઝંખ્યા કરું છું.
 

Advertisements

8 thoughts on “વિશ્વ-ચિત્રણ

 1. ઓ પ્રિયતમ ! હું અક્ષર વડે અ ક્ષર ને શબદાંજલી આપું છુ. હું તારી જ સ્તુતિ કરું છું…તને તે પહોંચે છે? મારાં ઋદય દ્વારા થતો દંદુભિનાદ તને સંભળાય છે? કે પછી માંરી આંખમાંથી સરતાં અશ્રુઓની આરતી ઉતારીને તને જ હું ઝંખુ છું તેની તને ખબર છે? વિષેષ મારાં બ્લોગ પર = http://paresh08.blogspot.com/

  Like

 2. કળિયુગના કાળા આ કેરની તાસીરમાં,
  સંતાયેલા સતયુગની તસ્વીર ઝંખ્યા કરું છું.

  A very high quality thought/hope to visualize a picture of a hidden golden good world even in middle of dark, evil time.

  Like

 3. જાગૃત કહે છે જોવું તે બહું ઉચ્ચ સ્થિતિ છે..કરવા કરતા ય હોવું…જોવું…ઉચ્ચ !!! સુંદર કાવ્ય છે

  Like

 4. કોણ કોને શાને પૂછે પ્રશ્નો,
  સમજી એમ મૌન રાખ્યા કરું છું.
  Wah,Mind blowing,superb.I just love it.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s