માનસ-પુત્રી

 

અગદ્યાપદ્ય :

મારે એક માનસ પુત્રી છે.

ક્યારેક ક્યારેક એ સ્વપ્નમાં આવે છે.

કાલે રાત્રે આવીને કહે, “મા, મારે લગન કરવા છે. “

અને દહેજમાં ઘણું બધું જોઇએ છે.

મા,મને આપીશ ને ?” હું ચમકી.

આ તે  કેવી માંગણી ? તેણે કહેવાનું ચાલુ રાખ્યું.

” મા, મને વિશ્વ સાથે લગન કરવા છે.

દહેજમાં મને વિનય-વિવેકના  વાઘા અને આદરના અલંકાર આપજો;

નમ્રતાના દાગીના અને સ્મિતના કોડિયાં ભરજો;

સુવિચારોનું સુંદર સિંદુર અને શુધ્ધતાના કંગન આપજો;

હાથમાં હેતાળ હૂંફ ભરજો અને આંખમાં અમીના દાન દેજો;

સોનેરી સત્યના સાંકળા આપજો…અને…

પ્રેમની પરી બનાવી મોકલજો;

અને હા, મા, છેલ્લી એક વિનંતી………..

કવિની કલમ જરૂર મૂકજો હોં !”

આંખ  ખુલી ગઇ. શું હતુ એ ?

સ્વપન કે કલ્પન ?

Advertisements

11 thoughts on “માનસ-પુત્રી

  1. બ્રહ્માજીની માનસ પુત્રી સંધ્યાની યાદ આવી
    સૌંદર્ય સ્વરૂપ-દેહલાલિત્ય આદિ શ્રુંગારિક બાબતોના અતિ પ્રભાવથી ઋષિમુનિઓ,
    સિધ્ધો સંતોના મન ચલિત થવા લાગ્યા. બ્રહ્માજીએ પોતાની માનસ પુત્રીને ચંદ્રભાગા પર્વત પર તપ કરવા મોકલીસંધ્યાને પણ તપ સાધના ઉપાસનાની વિધિ મંત્ર જાપ ભાવ કર્મની પધ્ધતિ આવડતી ન હોય વશિષ્ટ મુનિ દ્વારા યોગ્ય શિવમંત્ર ‘ઓમ નમઃ શંકરાય ઓમ’ આપી જરૂરી વિનિયોગ ધ્યાન પૂજન, જલાહાર મૌન તપસ્યાની વિધિ બતાવી યથા યોગ્ય માર્ગદર્શન આપ્યુંમનોભાવ, ઈચ્છા વિચાર ઉચ્ચાર આચારમાં ઉંમર પ્રમાણે કેવા કેટલા નિયમ સંયમ પળાય, કઈ ઉંમરે કેવા વિચારો કરાય, કેવા વિચારો ન જ કરાય તેનંુ સ્પષ્ટ માર્ગદર્શન, ચેતવણી અને શારીરિક બંધારણના નિયમોની પ્રાપ્તિ સંધ્યાના તપ દ્વારા શિવજીની કાૃપા દ્વારા આપણી માનવ સંસ્કાૃતિને તો ખાસ આપ્યા છે

    Like

  2. દહેજમાં મને વિનય-વિવેકના વાઘા અને આદરના અલંકાર આપજો;

    નમ્રતાના દાગીના અને સ્મિતના કોડિયાં ભરજો;

    સુવિચારોનું સુંદર સિંદુર અને શુધ્ધતાના કંગન આપજો,

    હાથમાં હેતાળ હૂંફ ભરજો અને આંખમાં અમીના દાન દેજો.

    સોનેરી સત્યના સાંકળા આપજો…અને… પ્રેમની પરી બનાવી મોકલજો.
    One can be what they wish.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s