‘હ’ની હવા

 
ળવી હળવી હવા હતી.

હુતો-હુતીની હૂંફ હતી.

હવેલીના હિરાજડિત હિંડોળે,

હોંશીલી હસીનાની હસ્તી હતી.

હેતાળ, હુંફાળા હાથ હાથમાં,

હસતા હોઠોની હલચલ હતી.

હરદમ હરિયાળી હરિયાળી,

હૈયામાં હેતની હેલી હતી.

હેમવર્ણા હરણ-હરણીઓની,

હજાર હંસોની હારમાળા હતી.

હોડીના હલેસા હસ્તમાં,

હરિની હુબહુ હાજરી હતી.

હળવી હળવી હવા હતી;

હુતો-હુતીની હૂંફ હતી.

9 thoughts on “‘હ’ની હવા

  1. અમારે માટે ખૂબ જરુરી- સૌથી પહેલાં તો દેશી એકસેન્ટ શીખવો . મૂળ તો તમારે મમ્મી- પપ્પાની મિમિક્રી જ કરવાની છે ! એક બેઝિક ફન્ડા સમજી લો. જ્યાં જ્યાં ચ, છ, ઝ, દ, ધ, ઘ, ભ, ટ, ઢ, ણ અને ‘હ’ના ઉચ્ચારો આવતા હોય તે બરોબર શીખી લેવા. આમાં તમારા લેખો,કવિતાઓ ગંમ્મત સાથે શીખવામાં મદદ કરે છે.તેમા આવા ઘોષ અક્ષરો ય, ર, લ, વ, હ માં તો ઔર મઝા આવે છે.
    હવે તો હની શબ્દ ગુજરાતી થઈ ગયો છે—હજુ કોઈને હઝલમાં પણ મધ કહેતા જાણ્યા નથી તો હની વાળી એક પંક્તી ઉમેરો તો કેમ?
    પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત, … ‘ઢ’ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે
    વળી હ આવે એ કર્ક રાશી—ને

    છેલ્લે હ નો એક પ્રસંગ યાદ આવ્યો.
    હમીરના ધ્રૂજતા હોઠોમાંથી તૂટતો શબ્દ નીકળ્યો.‘તું આ હસીના પ્રેમમાં પડયો છે?’‘
    હ…હ…હ…’ તેણે બહુ પ્રયત્ન કર્યો પણ બારાખડીમાં છુપાઈ ગયેલો ‘કાનો’ ન જડયો તે ન જ જડયો !
    અને આધ્યાત્મિક જગતમા જેને દૂર કરવાનું બધા જ કહે તે હું -કર્તા ભાવ કાઢવો શબ્દ…હું કરું એ જ અજ્ઞાનતા…
    ચડ્યું હિ લો ળે મન અને લખાઈ ગયું

    Like

Leave a comment