‘લ’ની લગન

લ’ની લગન

લખતા લખતા, લીટીએ લીટીએ,
          લાગણી લથબથ લીંપાતી લાગે.
લલાટે લખેલા લેખની લકીરો,
          લગની લાગે તો લાખેણી લાગે.
લલિત લતાના લાજવાબ લયમાં
,
          લાખ લાખ લોરી લચકાતી લાગે.
લજામણીના લાડભર્યા લટકામાં
,
          લટકતી લટો લ્હેરાતી લાગે.
લાડીના લાલ લીલાં લ્હેરિયામાં,
          લોચનની લાજ લજવાતી લાગે..
લોહીની લાગણી
ઓ લગાતાર,
         લીલીછમ, લસલસતી લાગે; 

 

4 thoughts on “‘લ’ની લગન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s