‘ર’નો રંગ
રંગ રાખ્યો રતુંબલ રંગ રાખ્યો.
રંગીલી રાતે રંગ રાખ્યો.
રાંદલમા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રૂપમાં રસની રુચિ રેડી,
રંગરસિયા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રઢિયાળી રાતે રાધા રમે,
રાસેશ્વરે રાખ્યો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.
રંગમય રિધ્ધિની રોશની,
રાગરાગિણીમાં રામનું રટણ…..રતુંબલ રંગ રાખ્યો.
રીસાતી,રીઝાતી રાણી રમે,
રાજદ્વારે રાજાનો રુઆબ…..રતુંબલ રંગ રાખ્યો.
રૂપેરી રાત રણઝણતી’તી,
રોમેરોમ રુદિયામાં રંગ, …..રતુંબલ રંગ રાખ્યો.
રામે રમકડાં રાખના રચી,
રબ્બાએ રુધિરનો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.
.
Ramya! Where is Roshni?
LikeLike
rang to saras rakhyo
LikeLike
Very nice! Rang rakhyo! Bina
http://binatrivedi.wordpress.com/
LikeLike
ane tame a lakhine rang rakhyo…good…
LikeLike
Rudi,Rupali,Rachna.
LikeLike