‘પ’ની પ્રાર્થના

‘પની પ્રાર્થના

પહેરી પાયલ પનઘટ પર,
પનિહારી પલકે પાંપણ પલપલ.
પાથરી પાનેતરનો પાલવ,
પહોરે પોકારે પ્રીતમ પ્રીતમ.
પહેરી પટકૂળ પીળું પીતાંબર,
પવન પગલે પૃથ્વી પથ પર,
પળમાં પહોંચે પ્રભુજી પનઘટ,
પ્રકૃતિ પામે પ્રચ્છન્ન પગરવ.
પુષ્પ પ્રફુલ્લિત પાનપાન પર,
પાંખ પ્રસારે પંખી પિંજર.
પનિહારી પામી પૈગામ પ્રતિપલ,
        પાડે પડઘા પર્વત પર્વત
પુનિત-પાવન પ્રેમ પલપલ.
                                                              ,
         પનિહારી પ્રાર્થે પરમને પલપલ.                                                            ..

****************    ****************    ****************   

પદ્મનાભ: પ્રભુ પાવન,પવિત્રાણામ પરમ પિતા,
પુષ્કરાક્ષ:પ્રાણદો પ્રાણ:,પ્રતિષ્ઠામ પર્યવસ્થિતમ;
પ્રજાભવ: પ્રભુરીશ્વર: પુષ્પહાસ:પ્રજાગર:
પ્રાંશુર્મોઘ: પ્રકાશાત્મા,પૂણ્યકીર્તિ પ્રિયકૃતમ.

****************    ****************    ****************    

8 thoughts on “‘પ’ની પ્રાર્થના

Leave a comment