ખુશીની વેદના

મેરે વતનકે લોગોંના સૂર ગૂંજ્યાં ફરી એક વાર આજે,
કુરબાની ને શહીદીના સ્મરણો સર્યાં ફરી એક વાર આજે.

રુધિરથી લથબથતી નવજવાનોની લાશો નજર સામે,
ને કદી ના રુઝાતા જખમ ઉપસ્યાં ફરી એક વાર આજે.

કેસરિયાં કરતી  વિરાંગનાના  શોણિતભીનાં  દિલ,
ને આઝાદીના ચૂકવેલાં મૂલ સાંભર્યાં ફરી એક વાર આજે.

કોઇના લાડકવાયાનાં બીડાતાં લોચનોની તસ્વીર,
ને કપાળે કંકુ લૂછાતા હાથ સ્મર્યાં ફરી એક વાર આજે.

એક્સઠ  વર્ષની સ્વતંત્રતાને, વીર ત્રીરંગી ઝંડો પૂછે,
શાંતિ ક્યાં?‘સવાલ સળગતા જાગ્યાં ફરી એક વાર આજે.

દેશી-વિદેશી દિલમાં વસતા ને વંચાતા ગાંધીજીએ,
આઝાદ દિને,સત્ય-અહિંસા યાદ કર્યા ફરી એક વાર આજે.

વિશ્વ-માનવી બનવા કાજે રહેજે લડતો સ્વયંની સાથે,
સંદેશ ઝંડા સાથે લઇને શૂરા નમ્યાં ફરી એક વાર આજે…..ફરી એક વાર આજે…..

***************************************************************************

ઓગષ્ટ મહિનાને અને ભારતની આઝાદીને ઘેરો સંબંધ છે.15મી ઓગષ્ટનો માહોલ
હર હિંદુસ્તાનીના દિલમાં જાગ્યા વગર રહેતો નથી..ક્યારેક શૂરવીરોની અપાયેલ આહુતિ
યાદ આવતા, સ્વાતંત્ર્યની ખુશીમાં વેદના ટપકે છે;તો ક્યારેક ગુલામીની જંજિરો પછી
મળેલી
સ્વતંત્રતા, વેદનામાં ખુશી રૂપે  નીતરી રહે છે. કદાચ 61 વર્ષ પછી પણ દ્વન્દ્વોભરી
વર્તમાન પરિસ્થિતિ આવા મિશ્ર ભાવોનું પરિણામ હશે…
         

2007ના ઓગષ્ટમાં જે કલમે  વેદનાની ખુશી વ્યક્ત કરી તે જ કલમ
2008ના ઓગષ્ટમાં આજે…….. ખુશીની વેદના રૂપે પ્રગટ થઇ રહી છે……..
 ફરી એક વાર આજે…..

 

 

 

 

Advertisements

10 thoughts on “ખુશીની વેદના

 1. મા-ભોમ વિશે સંવેદનશીલ કાવ્ય વાચી –“એક્સઠ વર્ષની સ્વતંત્રતાને, વીર ત્રીરંગી ઝંડો પૂછે,
  ‘શાંતિ ક્યાં?‘નો સળગતો સવાલ ફરી એકવાર આજે. મન ઘણા વિચારોના વમળામાં ડૂબી ગયું ..મારો દેશ આજે ક્યાં કઈ તરફ જઈ રહ્યો છે?

  સરસ અનુભૂતિ છે.

  Like

 2. તમારી રચના ગમી
  એક્સઠ વર્ષની સ્વતંત્રતાને, વીર ત્રીરંગી ઝંડો પૂછે,
  ‘શાંતિ ક્યાં?‘સવાલ સળગતા જાગ્યાં ફરી એક વાર આજે.
  આદર્શ શાંતિ નથી પણ શું એટલું બધું નીરાશા જનક ચિત્ર છે?

  Like

 3. pragnaju, અરે, નિરાશાજનક ? ના,ના,ના,ના..આપણે તો ખુબ જ આશાવાદી છીએ અને આશા તો અમર છે.પરંતુ
  વર્તમાનમાં થતા વિધ વિધ ધૂમધડાકાઓથી એક અજંપો રહે છે.તેથી જ તો ખુશીમાં વેદના ટપકે છે !!!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s