‘દ’ના દર્શન

દુનિયાના સ્તૂરને દફનાવી દો, દુર્ભાગ્યની દાસ્તાનને દબાવી દો,
દઝાડતા દુર્વચનોને ેશવટો દઇ; દેવાલયના દીવાઓને દિપાવી દો..

દોલતના દુ:,દરદને દફનાવી દો, દામના દસ્તાવેજને દબાવી દો,
દંભના દરેક દરવેશને દંડ દઇ; દિલની દોલતને દિપાવી દો.

 દાનવી દુર્મતિને દફનાવી દો, દૈત્યોના દાવાનળને દબાવી દો,
દુ:ખની દવા દાડાની દુવા દઇ, દૈવના દમામને દિપાવી દો.

 દુષ્પ્રાપ્યની દોટને દફનાવી દો, દુર્બુધ્ધિની દખલને દબાવી દો,
દંશતા દરને દક્ષતાથી દાટી દઇ; દ્રષ્ટિની દીર્ઘતાને દિપાવી દો..

દગાબાજીના દળને દફનાવી દો, દુર્વ્યસનના દમનને દબાવી દો,
દુશ્મનની દિવાલોને દિશા દઇ, દોસ્તીના દર્શનથી દિપાવી દો.

દુ:સ્વપ્નના દુહાને દફનાવી દો, દાહક દિલાસાઓને દબાવી દો,
દીન દુ:ખીને દયાના દાન દઇ; દેવીના દામનને દિપાવી દો..

 

Advertisements

3 thoughts on “‘દ’ના દર્શન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s