આજે છે ‘ત’.
શું કરીશું?
ચાલો, તારલા ગણીશુ?
કે પછી
તાળી અને તબલાના તાલે ગરબા ગાઈશું?
‘ત’ ના તારલા
તાલીઓના તાલે, તબલાના તાલે,
તડપે તનમન તન્મય તાલમાં,
તિમિરમાં તેજ તારું, તસતસતું તારલે…..
તારલાના તેજે, તારલાના તેજે,
તલસે તલાવડીને તીર તું,
તરણાઓ તોડતીને, તાક્તી તું તારલે…..
તક્દીરના તાપે, તક્દીરના તાપે,
તાસીર તપીને તપાવતી,
તણખા તલાશના, તગતગતા તારલે…..
તાંતણાના તારે, તાંતણાના તારે,
તંદ્રા તરછોડી, તનહાઇમાં,
તરસે તસ્વીર તારી, તરવરતી તારલે…..
અને હવે થોડો થાક ઉતારીશું?!!
તક્દીરના તાપે, તક્દીરના તાપે,
તાસીર તપીને તપાવતી,
તણખા તલાશના તગતગતા તારલે…..
vaah…..
khoob saras line..
LikeLike
Taali! Sundar. You know what, except probably one verse (Takdeerna tape), it can be sung in Taaliona taale.
Good Devikaben!
LikeLike
Tandra ne Tarchhodi,
Tanhaeema Tari Tasvir Tarti….
Too good.
LikeLike