તરંગની પાંખે

 

 રોજ રોજ તરંગની પાંખે, હું ઉડું છું,

          
દૂર,દૂર,જુદી, નવી સફરે હું ઉડું છું.

ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની,

          કુદરત ને ભીતરની સફરે હું ઉડું છું.

હિરા-મોતી ખુબ ખોબે ભરી લાવીને,

          અમોલા ખજાને  સ્નેહે સજાવું છું.

કલમની પીંછી લઇ ચીતરી વિરાટે,

          શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.

ઉછળતા અફાટ આ મોજાને જોઇ જોઇ,

          કલ્પનાની  નાવ લઇ દરિયો હું ડહોળું છું,

ન ડૂબવાની ચિંતા,ન પરવા મરવાની,

          તરતા ન આવડે, તરવૈયાને  શોધું છું..

Advertisements

9 thoughts on “તરંગની પાંખે

 1. તરંગની પાંખે આકાશમાં ઉડવાની અને કલ્પનાની નાવે દરિયો ડહોળવાની વાત બહુ ગમી. પ્રકૃતિના વિરાટ ફલક પર સુંદર ભાવવાહી શબ્દોથી જાણે એક અણમોલ કાવ્યચિત્ર દોરી દીધું તમે દેવિકાબેન!

  Like

 2. સરસ રચના
  ઉછળતા અફાટ આ મોજાને જોઇ જોઇ,
  કલ્પનાની નાવ લઇ દરિયો હું ડહોળું છું,
  ન ડૂબવાની ચિંતા,ન પરવા મરવાની,
  તરતા ન આવડે, તરવૈયાને શોધું છું..
  ગમી
  યાદ આવી
  પાલવને તે લાજના વળગી પડયાઁ ‘વફા,
  માઝમ છે કાળી રાત કે વરસાદ ભીઁજવે
  યાદ આવી વાર્તા
  ભયગ્રસ્ત ચહેરે નાવિકે પ્રોફેસરને કહ્યું, ‘સાહેબ, હું પાણીના પ્રવાહમાં કોઈક ફેરફાર અનુભવું છું. શક્ય છે કે થોડી વારમાં જ નદીમાં ભારે પૂર આવશે. સાહેબ, મને તો તરતા આવડે છે. તમને તરતા આવડે છે ?’ તે ચિંતાતુર પ્રોફેસરે કબૂલ્યું કે તેને તરતા આવડતું નથી. નાવિકે કહ્યું, ‘સાહેબ, તો તો તમારું કિંમતી જીવન સો એ સો ટકા બરબાદ થશે.’
  સારું છે કે કલ્પનાની નાવ છે!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s