પારેવાની પીડા

       

પારેવાની પાંખમાં વેદના કણસાય છે,
આભમાં આજ કશુંક અશુભ વરતાય છે.

મુક્ત ગગનમાં વિહરતા પંખીને,
અચાનક કાં વ્યાકુળતા વીંટળાય છે ?

આઝાદીનાં ગીતડાં ગાતો માનવી,
વિહંગના ઉંચા ઉડ્ડયનથી કતરાય છે !

જાળમાં ફસાઇ,પિંજરમાં પકડાયેલ,ભેરુને જોતાં,
માળાના પક્ષીને હવે સઘળું સમજાય છે.

નીડમાં છુપાઇ,દર્દને લપેટી ગભરુ પંખી,
પાંખો ફેલાવીને હવે ઉડતાં ગભરાય છે.

Advertisements

10 thoughts on “પારેવાની પીડા

 1. નીડમાં છૂપાઇ,દર્દને લપેટી ગભરું પંખી,
  પાંખો ફેલાવીને હવે ઉડતા ગભરાય છે.

  -આત્માનું વલોણું કંઈક આવું જ હોય છે.. સુંદર અભિવ્યકતિ!

  Like

 2. આભમાં આજ કશુંક અશુભ વરતાય છે
  વિહંગના ઉંચા ઉડ્ડયનથી કતરાય છે
  બહુજ સરસ અભિવ્યક્તિ

  Like

 3. Some of these “Pareva nee Peeda” are experienced
  by many of us at certain times in our Life. Feeling
  uneasy, depressed, often restless, fear of success!…
  all these emotions are common. As usual, nice creation.
  Any suggestions from anyone, to get over these feelings?

  Like

 4. After beautiful Kakkakshari poems, this one is even more beautiful and refreshing.

  The common emotions poetically described here is felt and experienced by almost everyone. Expressing/sharing them in a nice way is one way of getting over it or at least reducing them, I guess.

  Like

 5. Mehta and Sangita,Thanks for involving yourself in my creation,feeling deeply and also sharing by question/answer….I’m overwhalmed…Readers have nicer ways to express/share than writers !!!!!

  Like

 6. પારેવાની પાંખમાં વેદના કણસાય છે,
  આભમાં આજ કશુંક અશુભ વરતાય છે.

  સરસ પંક્તિ…

  સરસ કાવ્ય….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s