“ખ”નો ખિતાબ

ખેતીમાં પરોવાયેલા નિઃસંતાન ખેડૂતના ખાલીપાનું ચિત્ર…..

 

 


ખરો ખિતાબ ખેડૂતને ખોળે,
ખેતીમાં ખુદનું ખોળિયું ખોવે;
ખૂણે ખાંચરે ખેતર ખેડે,
ખેડૂત ખાટલે ખુશીથી ખીલે.
ખેદેવો ખુશકિસ્મતી ખેરવે;
ખાંડ-ખજૂરના ખાદ્યો ખડકે.
ખગોળે ખેચર ખેલો ખેલે,
ખેડૂત ખાલી ખોલી ખોલે.
ખોળાના ખુંદનારનો ખાલીપો ખટકે,
ખીણશો ખાલી ખાલી ખખડે;
ખોતરી ખામોશી ખ્યાલોમાં ખૂંદે,
ખેંચે ખમીર ખેતીના ખીલે.
ખમ્મા ખમ્મા,  ખોબે ખોબે,
ખરો ખિતાબ ખેડૂતને ખોળે.

ખેદેવો= આકાશના દેવો
ખગોળ=આકાશ મંડળ
ખેચર=પક્ષી

16 thoughts on ““ખ”નો ખિતાબ

  1. ખુશીના ખયાલોમાં ખોવાઈ ખુશી…
    ખરી ખટકી ખુદની ખેવના…
    ખલનાયક ખયાલોમાં ખોવાઈ ખુશી…
    ખુદનો ખાલીપો ખુંદતા.. ખુંદતા…
    ખુદની ખુશીમાં ખોવાઈ ખુશી……
    ખુદ – ખુશીમાં ખોવાઈ ખુશી……

    Like

  2. Comments»
    1. વિશ્વદીપ બારડ – April 18, 2008
    ખરે, ખર ખતમા ખાલી ખાલી ખુમારી,
    ખિતાબ ખોટો..ખાલી ખાલી ખરતી ખેવના…

    ભઈ..આતો થોડો પ્રયાસ..બાકી બોલ બોલે તે ધૃવનો તારો..

    2. jayesh upadhyaya – April 18, 2008
    ખુબસુરત ખયાલ ખરેખર

    3. pravina Avinash – April 21, 2008
    ખાલી ખોળાનો ખુંદનાર ખોવાયો
    ખલિયાણ ખાલી ને ખાલી ખાલીપો

    Like

Leave a comment