યાદોના છીપલાં


 
seashell.jpg 

 

મર્કટ મનડું કેવું ભટકે,
             હો બધું તો યે કંઇક ખટકે;
દડ દડ દડ દડ આંસુ ટપકે,
            ના જાણે ક્યાં જઇને અટકે.
ઉર્મિના તો દરિયા ઉમટે,
            ભાવોના લઇ મોજા ઉછળે;
નીંદરને પગથારે ભીંજવે,
            યાદોના છીપલાં દઇ પટકે.
છિન્નભિન્ન પલ-રેત પર રખડે,
            ઉડી પવનને ઝોકે વળગે;
ખોબો ભરી ફૂંફો તો અડકે,
            દિલને સઘળા કટકે કટકે.
બની બાલ માબાપને શરણે,
           કદી સૂર સહોદરના રણકે;
સખી-સખા તો રોજને શમણે,
        સ્વ-જન સૌ પાંપણની પલકે.
મર્કટ મનડું કેવું ભટકે,
           હો બધું તો યે કંઇ ખટકે.

Advertisements

17 thoughts on “યાદોના છીપલાં

 1. મર્કટ મનડું કેવું ભટકે,

  હો બધું તો યે કંઇક ખટકે;

  નીંદરને પગથારે ભીંજવે,

  યાદોના છીપલાં દઇ પટકે.

  saras rachana…

  Like

 2. વાત સરસ કરી,પણ અધૂરી લાગી !
  થો….ડી પંક્તિઓ ઉમેરી શકાઈ હોત
  તો,વિષય અને વિસ્તાર બન્નેની શક્યતા હતી.
  છતાં,લાગણીની વાત છે-વધાવું છું !

  Like

 3. Comments» from ::
  1. Suresh Jani – February 18, 2008
  અને છીપલાં ભેગાં કરવાની કેવી મજા હોય છે , નહીં?

  2. shaila – February 19, 2008
  એનુ નામ જ તો યાદ.

  Like

 4. સુંદર ઊર્મિસભર રચના આંટી…!!

  જો કે મહેશભાઈની વાત સાથે હું પણ સહમત છું… થો…ડી પંક્તિઓ વધુ ઉમેરી શકાઈ હોત… તો હજીય વધારે જામત.

  Like

 5. I agree with some of the readers that the poem ends abruptly. What happened? Did you get very nostalgic with a flood of memories, emotions, tears etc. which did not allow you to expand your thoughts? Rewind the video-tape of life and find some more “Yaado na Chhiplas”. We (friends) might be one of those Chhiplas, who knows?
  “Vo Kagaz ki kashti vo baarish ka paani” remember?

  Like

 6. સહ્ર્દયી મિત્રોના પ્રતિભાવથી પ્રેરાઇને આજે વધુ આઠ પંક્તિઓ ઉમેરી શકાઇ છે.આશા છે,ગમશે….
  ખૂબ ખૂબ આભાર……

  Like

 7. Jai Sri Krishna

  I guess you are NAGAR and liked your blog and would suggest that you should publish your blog on a website specially for NAGAR i.e http://www.nagars.info
  Try to contact them and publish your blogs

  Do you have provision to deliver your blogs on email, because i liked it very much

  Aditi

  Like

 8. Badhu bharelu toye, Gorakvera a khalipo pajve,
  chhodi gaya sahu pa pa pagli bharine,
  udi gaya dollar ni ranke,
  markat mandu atle j bhatke???

  avu kai anubhavyu apni kavya markat mandu ma.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s