પરમ પ્રેમ

 paramprem.jpg

અગદ્યાપદ્ય :

પાંપણના પડદા પંપાળતાં,
સોનેરી કિરણો પ્રભાતના………….તારો પ્રેમ છે.
કમનીય કાયાને મરોડતો,
જુલ્ફોને રમાડતો સમીર તો……….તારો સ્પર્શ છે.
ચેતના જગાડતી ને પ્રેરતી,
આછી  પાતળી વાદળી…………….તારું વ્હાલ છે.
દિલને ડોલાવતાં લીલાંછમ,
તરુવર ને  પાંદડાના રંગો…………તારી પ્રીત છે.
આકાશમાં આમતેમ ઉડતાં,
પંખીઓના સુરીલા ગીતડા………..તારો પ્યાર છે.
વ્યોમમહીં ઘેલાં થઇ ઘુમતાં,
નીરભર્યા ઉન્માદી મેઘ…………….તારો નેહ છે.
મનની મોસમે રંગ જામે,
તો લાગે પેલું મેઘધનુ સાચે………તારો સ્નેહ છે.
નિંદરિયે રોજ રોજ ઢાળતી,
શમણાં સજાવતી રાતડી…………..તારી હૂંફ છે.
યુગોથી રમાતી પેલી આદિ
ને અંતની  આંખની મીંચોલી……..તારી મમતા છે.
આ પ્રેમમાં છે છૂપી ને ઉંડી એક વેદના,
“તું   છે”  એ વાત તો, છે કેવળ કલ્પના !!!!;
તોયે…. તરંગી આ મનનો વિશ્વાસ છે,
કે તુલસીના ઝીણા ઝીણા પત્તામાં……….તારો પ્રેમ છે.,પરમ પ્રેમ છે…

Advertisements

12 thoughts on “પરમ પ્રેમ

 1. “વેલેનટાઇન”ના પર્વ પ્રસંગે “પરમ પ્રેમ”ની વાત.
  પ્રકૃતિની પ્રત્યેક ચમત્કૃતિમાં પરમેશ્વરનો આવિષ્કાર છે.આંખ મીંચીને થતી આ અનુભૂતિ એક અદભૂત પ્રેમ છે.

  Like

 2. પ્રેમ + સ્પર્શ + વ્હાલ + પ્રીત + પ્યાર + નેહ + સ્નેહ + હૂંફ + મમતા = પરમ પ્રેમ

  પ્રેમ = સ્પર્શ = વ્હાલ = પ્રીત = પ્યાર = નેહ = સ્નેહ = હૂંફ = મમતા = પરમ પ્રેમ

  u r the luckiest person of the world …. that u can get all together…………
  good compairision of human feelings and the nature………

  Like

 3. દેવિકાબેન,

  કુદરતના કણકણ્માં રહેલા પરમ પર્ભુપરેમની ઝાંખી કરાવતી આ કાવ્યરચના ખૂબ સુંદર છે. ખાસ કરીને પરેમના દિવસને ઉજવતા મહિનામાં (February). આજનો આ શુભ દિવસ આપને પણ ખૂબ મુબારક!

  સંંગીતા

  Like

 4. અદભૂત…!!! પ્રેમ ને ગમે તેટ્લા વ્યંજનો લગવો, પર્યાય આપો, કાનોમાત્ર લગવો..એનો ભાગાકાર કરો ગુણાકાર કરો કે સરવાળૉ કરો પણ અંતે તો પ્રેમ એ શુદ્ધ પ્રેમ જ છે..!..નામ રુપો જુજવા અંતે તો હેમ નુ હેમ ..!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s