મારું અમદાવાદ ખોવાયું.

મારું અમદાવાદ ખોવાયું,
વતનપ્રેમી મન બોલી ઉઠ્યું,
પેલું શાંત નગર ક્યાં ગયું ?
મારું અમદાવાદ ખોવાયું……મારું અમદાવાદ ખોવાયુ.

કાલે બોલાતા મિલના ભૂંગળા
આજે સૂરો સાયરનના;
કાલે પડતી સવાર કૂકડાથી
આજે ગાડીના ઘોંઘાટથી…….મારું અમદાવાદ ખોવાયું.

જ્યાં જુઓ ત્યાં ઇમારત ઉચી,
પણ ધૂળની ઢગલીઓ જૂની;
સી.જી રોડ કે એસ.જી રોડ હોય,
ભીડ તો સર્વે ભારી…………મારું અમદાવાદ ખોવાયું.

સાઇકલ,રીક્ષા,બસ કે ગાડી,
વિના નિયમ સૌ ચાલે આડી;
સિગ્નલ મોટી ખુબ શોભતી,
પણ વાહન દોડે સૌ હટાવી…..મારું અમદાવાદ ખોવાયું.

અગાશીએ ઉપર, ચારેકોર જ્યાં દીઠું,
ઓહોહો, તો ન્યુયોર્ક સમું દેખાયું;
ખેંચી નયનો,કેટલું શોધ્યું,
તોયે મારું, ઘર મને ના જડ્યું…..મારું અમદાવાદ ખોવાયું.

 

 

 

 

 

Advertisements

15 thoughts on “મારું અમદાવાદ ખોવાયું.

 1. આ વખતની અમદાવાદની મુલાકાત પછી પહેલો પ્રત્યાઘાત “મારું અમદાવાદ ખોવાયું” હતો. ઠેકઠેકાણે ઉભી થયેલી ઇમારતો,મકાનો, મોલ,વાહનોની ભીડ,ટ્રાફિકની અશિસ્તતા અને બીજા ઘણા ફેરફારો જોઇ/અનુભવીને અસંખ્ય વિચારો મનમાં ઘોળાતા હતાં.સાથે સાથે અવિનાશ વ્યાસનું, એક જુનૂં ગીત પણ ગૂંજ્યા કરતું હતું..”અમે અમદાવાદી”…
  આ પરિસ્થિતિની વચ્ચે,ઉપરોક્ત ભાવોને, આ શબ્દોમાં આકાર મળ્યો…..

  “મારું અમદાવાદ ખોવાયું”……..

  Like

 2. હું પણ અમદાવાદી. જ્યારે જ્યારે ત્યાં જાઉં ત્યારે ઘણું નવું જોવા મળે. પણ વીકાસ થતો જોઈ મન હરખાય. મીલો બંધ થવા માંડી ત્યારે એક લાગતું હતું કે હવે અમદાવાદની જાહોજલાલી ગઈ. પણ ઉલટાની વધી રહી છે.
  બાકી પરીવર્તન તો જગતનો ક્રમ છે. જુનું પકડીને બેસી ન જ રહેવાય ને?

  Like

 3. Very good Poem. I’m from Ahmedabad. Every one feel the way you feel. Sureshbhai, if you move from one house to new house, You will not forgot those days which you and your family passed in old house?. It same way Devikaben went USA and when she came to Ahmedabad and she feel and she try to Collect the old days.

  Very Good Devikaben. Keep Writing.

  Like

 4. Nostalgic Poem. As Mandeep has commented that Ahmedabad always exists in the hearts of all of us who have migrated here. I also witnessed a lot of changes on my last visit in 2006 and felt the same thing which you have nicely put in these words.
  I will add a Gujarati couplet of Shree Ankit Trivedi on these thoughts:
  “Aankh same album jyan junu aavi jaay chhe,
  Black and White samay pan rang bhino thaay chhe”
  Once again, congratulations for a delightful creation.
  Keep it coming.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s