નિસર્ગનું શ્વેત રૂપ

snowfall.jpg

 snow2.jpg

ઝરમર ઝરમર આભથી વરસે,

            શ્વેત મોગરાનાં ફૂલો જાણે;

કોમળ કોમળ તાજા સ્પર્શે,

           વાદળ રૂના ઢગલા જાણે;

પડતાં પડતાં ડાળ પર થીજે,

           ક્રિસ્ટલ હો કોઇ મંડપ જાણે;

સરકી સરકી શાંત પડે એ,

           સફેદ મુલાયમ ચાદર જાણે;                   

બર્ફીલા ભીના રૂપો કલ્પે,

           આભ-ધરાનું મિલન જાણે.

           

11 thoughts on “નિસર્ગનું શ્વેત રૂપ

Leave a comment