જાળાં

 jaalaa1.jpg

સૌ પોતાની જાત સાથે જીવે છે,
જાણે કરોળિયાના જાળાં બનાવી જીવે છે.

લોહીના જાળાં તો કદીક લાગણીના,
સ્વયંસર્જિત જાળાં વચ્ચે જીવે છે.

ગૂંચ વધારી, કદીક ઉકેલતા,
ચીસો પાડી, મરતાં મરતાં, જીવે છે.

અપેક્ષાના જાળાં, ને કદી ફરિયાદના,
સંપત્તિના યે જાળાં વચ્ચે જીવે છે.

ભૂતની સ્મૃતિના,ને ભાવિની ચિંતાના,
જાળાં મધ્યે આજ બગાડતાં જીવે છે.

અરે,પ્રેમની પ્યાસમાં વેર વધારતાં !!
આજમાં રહીને કોણ આજે જીવે છે ?

સૌ પોતાની જાત સાથે જીવે છે,
જાણે કરોળિયાના જાળાં બનાવી જીવે છે.

10 thoughts on “જાળાં

  1. Thanksgivingના પર્વ નિમિત્તે સૌ વેબ-મિત્રો અને વાંચકોનો આભાર.
    જો કે જાણું છું કે,

    ભાર લઇ આભારનો, કોઇ કહો, ક્યાં જઇ શકે ?
    પાસ રહી આ વેબથી, કોઇ કહો, દૂર થઇ શકે ?

    છતાં…..જુદી જુદી રીતે પ્રોત્સાહન આપવા બદલ આપ સૌનો, વિનયપૂર્વક અને હ્રદયપૂર્વક ,આભાર માનવાનું મન થાય છે.

    Like

  2. ‘આભાર’ નો આ ભાર તમને પાછો
    પણ તે ‘ભાર’નો મર્મ અમે જાણ્યો માણ્યો
    અને સ્મિતસહ ફરીથી તેને આજના દિને દોહરાવ્યો
    આપણા વેબ જાળાનાં માળામાં
    સૌને આમંત્રિત કરી તેનો ઉત્સવ બનાવ્યો

    Like

  3. માનવીના મનમાં કેટકેટલા જાળાઓ સતત વણાતા જતા હોય ચે. કયારેક પોતાની યે જાણ બહાર. અને માનવી એમાં વીંટળાતો રહે છે જીવનભર.

    અનેક પ્રકારના આ જાળાઓના તાણાવાણા પણ અનેક પ્રકારે ગૂંથાયેલ હોય છે ને ?

    Like

Leave a comment