સ્મૃતિ

અતીતના આગળે અડક્યાં જ્યાં આંગળા,

         પગરવ તમારા સંભળાયા;

સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,

         પડછાયા તમારા પરખાયા;

શૈશવમાં કદમ જ્યાં સંગ સંગ માંડ્યાં,

         એ રસ્તા ફરીથી અફળાયા;

સાથ સાથ ગીતો જે સૂર મહીં ગાયાં,

          એ શબ્દો ફરીથી પડઘાયા;

મિલનના આશ-દીપ મનમહીં પ્રગ્ટ્યા,

        વિદાયના વાયરે બૂઝાયા.

****—————————–****——————————–****—————

જેના જન્મની તારીખ ,એના મૃત્યુની પણ તારીખ બની, એવા એક નિકટના મિત્રની

યાદમાં, તેની બીજી પૂણ્ય તારીખે,ઉપરોક્ત સ્મૃતિ…….11/14

Advertisements

10 thoughts on “સ્મૃતિ

  1. આ સ્મૃતિને શ્રન્ધ્ધાંજલિ પણ કહી શકાય. મનની ધરતી પર મિત્રની અમિટ છાપ અંકાયેલી રહેતી હોય છે.

    આઉટ ઓફ સાઇટ…આઉટ ઓફ માઇન્ડ અહીં ન હોય.અહીં તો આઉટ ઓફ સાઇટ મોર ઇન માઇન્ડ. બરાબર ને દેવિકાબહેન ?

    અવાજની ભેળસેળને બહાને તમારો પ્રથમ મેઇલ મળ્યો તે મારે માટે આનંદની વાત છે. તમારો અવાજ ખરેખર સુન્દર છે..મીઠો છે. તમારા જેવો. ખૂબ ખૂબ અભિનન્દાન. અહીં આવશો ત્યારે જરૂર મળીશું.
    આભાર

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s