લગાવની લગામ

એને  મેં  એક   દિન   સકારણ  છોડી  હતી,
  હ્રદયને ઠેસ ત્યારે ઉંડી વાગી હતી.

લાગતી   યંત્રવત   આસપાસ   છતાંયે,
  હરપલમાં રોજ ત્યારે છવાઇ હતી.

વર્ષોની  સફર,  સફળતાથી  સાધી  એવી,
  લગાવની લગામ ક્યાં રોકાઇ હતી ?

સરિતા   યાદોની   છલકાઇ  ગઇ  અમથી,
  કે પ્રેમની એ વણકહી પ્રતીતિ હતી ?

કલમ  પર  આવીને  વળગી  અડિયલ,
 સમજાઇ હા ત્યારે, એ તો મારી બેંક હતી !!!!

Advertisements

11 thoughts on “લગાવની લગામ

 1. આટલા બધાને સમજાઈ ગયું એ મને કેમ ન સમજાયું? લગાનની લગામ એટલે? કલમ પર આવીને બેંક વળગી? બેંક ‘મારી’ હોય કે બેંકમાં મારું ખાતું હોય?

  દેવિકાબેન, થોડો પ્રકાશ પાડશો?

  Like

 2. વિવેક,મારી કોમેંટમાં પ્રકાશ પાડેલો જ છે.
  છતાં તમે પૂછ્યું જ છે તો જવાબ આ છે:: મારી બેંક એટલે કે જ્યાં વર્ષો સુધી કામ કર્યું અને VRS લીધુ તેની યાદ
  આવતા,તેના માટેની લગાન……અને હવે આ લગાન, કહો કે લગની તમામ શબ્દો (આંકડામાંથી અક્ષરો તરફ) પ્રતિ પ્રયાણ કરી રહી છે,જાણે કે લગામ બનતી ચાલી છે. ફરી એક વખત મારી પહેલી કોમેંટમાં કરેલી અભિવ્યક્તિ
  વાંચવાની request કરું ?

  Like

 3. દેવિકાબેન!

  શબ્દોનો પાલવ આપના ઉચ્ચ વિચારો અને સ્નેહ, પ્રેમ અને મમતાના અમૂલ્ય ભાવોથી બનેલી રચનાત્મક કાવ્યકૃતિઓથી હરહંમેશ ભરેલો રહે તેવી હાર્દિક શુભેચ્છા સહ

  શુભ દિપાવલી! નૂતન વર્ષાભિનંદન!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s