નવલી નવરાત,ગરવી ગુજરાત

 ambema1.jpg

 હે…..
બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત,
હે…..
કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે, સોહત માત,
હે…
ચુંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે,નવનવ રાત……
હે…
રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,
ખનન ખનન કર કંકણ સાજ,
હે…
છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીવડા હાર,
હે…
ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત….
 

*****************************************************************************

અંતરિક્ષની બારીએથી મા કઇંક કહી ગઇ.એના સૂરો તો ના સંભળાયા.પરંતુ

 ભાવો, ” શબ્દોને પાલવડે” પથરાઇ ગયાં………

“નવલી નવરાત ,ગરવી ગુજરાત” 

7 thoughts on “નવલી નવરાત,ગરવી ગુજરાત

Leave a comment