અંતરિક્ષની બારી

 heaven2.jpg

અંતરિક્ષની બારી જરા ખોલીને  જોઇ,તો દૂનિયા દેખાઇ હવે સાવ  અનોખી;
 છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..

કોઇ ગયાં યુકે તો કોઇ યુએસએ,ફેલાયા ઠેરઠેર ઘરના સિતારા,
છે કોઇ કેનેડા તો કોઇ છે રશિયા,દીસે છે આભેથી  ભૂમિના નક્શા….

રમતા’તા ભૂલકાં કેવા મોટા ચોકમાં,રહેતા’તા એક જ છત નીચે દીકરા,
કાચા સૂતરના પાકા એ તાંતણામાં,બંધાતી રાખડીઓ મોટા આંગણમાં….

કદી સાંભરે છે પતંગો ને દોરી,કદી યાદ ઉભરે એ રંગીન હોળી;
નવલી નવરાત્રિ ને દિપતી દિવાળી,કેવી હતી જીન્દગી સાવ સહેલી,

ઉજવાયે આજે ઇમેઇલ પર સઘળી,ને સામે વળી હોયે વેબકેમની દોરી,
અંતરિક્ષની બારી જરા ખોલીને  જોઇ,તો દૂનિયા નિહાળી સાવ જ જૂદી….

—————————————————————————————— શ્રાધ્ધના દિવસો હમણાં જ પૂરા થયા. દિવંગત આત્માઓ,આજના વિશ્વની કાયાપલટ જોઇને શું અનુભવતા હશે, એવી એક પ્રશ્નાર્થ કલ્પના જાગી !! પોતાના પૌત્ર-પૌત્રી કે પ્રપૌત્ર-પ્રપૌત્રી અથવા અન્ય સ્વજનોને દેશવિદેશમાં ફેલાયેલા જોઇને અને વળી આજના કોમ્પ્યુટરની અદભૂત ટેક્નોલોજી જોઇને શું વિચારતા હશે, એવા એક ઘેલા તરંગને પરિણામે પ્રસ્તૂત રચનાએ આકાર લીધો. : 

 અંતરિક્ષની બારીએથી…

 

Advertisements

14 thoughts on “અંતરિક્ષની બારી

 1. બિચારા આત્માએ પણ પોતાના વિચારો જમાના પ્રમાણે બદલવા પડશે અને કદાચ બદલ્યા પણ હોય. પણ મારા મતે આપણે આપણા બાળકો કે પ્રૌત્રો કે પ્રપ્રૌત્રો વગેરેને આપણી સંસ્કૃતિ વિષે જાણકારી આપીએ તો હું નથી માનતી કે તેઓ આ બધા સંસ્કારથી અલગ રહી શકે.

  Like

 2. વેબ્ની આ બ્લોગ-બારી ખોલીને જોઇ તો આપ્ની આ સુંદર રચના પામીને હું તો ખૂબ ખુશ થઈ. દીવંગત આત્માઓ પણ આ નોખી અનોખી દુનિયા નિહાળીને અચરજ સાથે આનંદ જરૂર અનુભવતા હ્શેે એમ માનું છું.

  પહેલી વખત ગુજરાતીમાં અભિપ્રાય લખી રહી છું. ભૂલચૂક માફ કરશો.

  Like

 3. બહુ જ સાચી વાત. હું ચાર દીવસ પહેલાં જ અમેરીકન સીટીઝન બન્યો ત્યારે આવીજ લાગણી થઈ હતી. અમદાવાદની એક પોળમાં શરુ થયેલા જીવને કેટકેટલાં વળાંકો લીધા અને અત્યારે ક્યાંના ક્યાં આવી ગયા.

  અને આ બ્લોગીંગે તો હદ કરી નાંખી. આખા વીશ્વમાં મીત્રો મળ્યા. આજે જ હરનીશભાઈની એક વાર્તા ઉપર ટોકીયોના એક મીત્રની આંખમાં આંસુ સાથે કોમે ન્ટ મળી અને આ ભાવ ફરીથી ઉજાગર થયો. વાંચો –
  http://gadyasoor.wordpress.com/2007/10/11/indian_time_harnish/

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s