એક સાંજ : ડો.રઇશ મણિયારને નામ :

અમે ઝુમી ઉઠ્યાં એક સાંજે,

             હઝલની હળવી-શી વાતે,

અમે ડૂબી  ગયાં  એક સાંજે,

             ગઝલની મર્મભરી   વાતે.

અમે ડોલી ઉઠ્યાં એક સાંજે,

             “કાગળ પર સખીરે”ની વાતે,

અમે હાલી ગયાં એક સાંજે,

             “નૌકાના છિદ્ર”ની વાતે.

અમે ચોંકી પડ્યાં એક સાંજે,

             “પગ નીચે ધરતી”ની વાતે,

અમે ઝૂકી પડ્યાં એક સાંજે,

             “ત્રણ અક્ષ્રરી ઇશ્વર”ની વાતે…

———————-*****—————————-****——————————    પંદરમી સપ્ટે.ની સાંજે હ્યુસ્ટનમાં આપણા સૌના જાણીતા અને માનીતા ડો. રઇશ મણિયારની ગઝલસંધ્યાનો સુંદર કાર્યક્રમ માણ્યો. તે પછીની તરત સ્ફુરેલી  પંક્તિઓને,  તે દિવસની મઝાની એક ઝલક તરીકે રજૂ કરી છે.તેમની હઝલ અને ગઝલમાં કોણ ચડે તે કહેવું મુશ્કેલ છે. કેટલીક  જાણીતી  અસરકારક અને ગહન લીટીઓ, દા.ત. 
 1)”કોરા કાગળ પર બસ સખી રે!” લખ્યુ,
 2)
નૌકા અને જળના પરિચયની વાત કરતા “છિદ્ર પડતાં પરિચય થતો જાય છે” અને 
  3) “લાગણીથી પર છે તું,ઇશ્વર છે તું” 
   વગેરે ઘણી ગમી,જેનો સહજ ઉલ્લેખ  રચનામાં શક્ય બન્યો તે રીતે કર્યો છે.
આશા છે સૌને ગમશે..      

Advertisements

10 thoughts on “એક સાંજ : ડો.રઇશ મણિયારને નામ :

 1. Devikaben,

  It is a proud privilege to listen to Shri Raeeshbhai’s poetry in his own presentation. We, poetry lovers at Dallas, missed that this year, but can relate to what you expressed through this beautiful poem.

  Some of his poem lines/titles you have mentioned, I have not heard. Hope it is published somewhere for us to read.

  Nice poem!

  Keep up the good work!

  Like

 2. અમે ઝૂકી પડ્યાં એક સાંજે,

  “ત્રણ અક્ષ્રરી ઇશ્વર”ની વાતે…
  સંધ્યાની સવારી હોય , એનો દોર એક શાયર પર હોય અને ચમકતા તારલા ( શ્રોતાજનો)નો
  સુંદર સાથ હોય, ત્યાં તો મહેફીલે જામ હોય!

  Like

 3. This was nice creation in a lighter mode by Mr. Maniar.
  Having a liking for “humor filled” Lines, I liked this one,
  a real description in some cases.
  You were fortunate to hear him in person.

  હજુયે યાદ છે

  એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
  ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

  પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
  મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

  સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
  ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

  માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
  ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

  -રઈશ મનીયાર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s